News of Monday, 7th October 2024
રાજપીપળામાં નવરાત્રીનાં મેળામાં મોટા ચકડોળની મંજુરી માટે અધિકારીઓ દ્વારા બાયબાય ચારણી
રાજપીપળા જીન કમ્પાઉન્ડનું મેદાન 10 દિવસ માટે 8 લાખના ભાડાથી રાખવામાં આવ્યું છે:18 થી 20 લાખનું રોકાણ કરી બેસનાર વ્યક્તિને મંજૂરી ના મળતા મોટી ખોટનો સામનો કરવો પડી રહ્યો છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: રાજપીપળા શહેરમાં આવેલામાં હરસિધ્ધિ માતાજીનાં મદીર ખાતે વર્ષોથી ભાતીગળ મેળો ભરાય છે. અને છેલ્લા 30 વર્ષથી રાજપીપળાનાં સંતોષ ગુપ્તા પોતાની ટીમ સાથે મેળામાં મોટા ચકડોળ અને અમ્યુઝમેંન્ટ પાર્ક બનાવવામાં આવ્યું છે ત્યાં આવતા હોય છે, રાજપીપળાની જનતા આ મેળામાં જ મોટા ચકડોળમાં બેસવાની મઝા લેતા હોય છે, પરંતુ આ વર્ષે તંત્ર દ્વારા મોટા ચકડોળોને મંજૂરી આપવામાં આવી નથી જેથી મોટા ચકડોળો બંધ રહેતા રોજના હજારો ભકતો નિરાશ થઈ ને જઈ રહ્યા છે.
આ એમ્યુઝમેંન્ટ પાર્ક માટે રાજપીપળા જીન કમ્પાઉન્ડ નું મેદાન 10 દિવસ માટે 8 લાખના ભાડા થી રાખવામાં આવ્યું છે. કચ્છ મેળામાંથી 30 ટ્રકો ભરીને ચકડોળનો સામાન લાવવામાં આવ્યો જેનો ખર્ચ 8.લાખ થાય અને 2 લાખ જેટલી ફીટ કરવાની મંજૂરી અને મેળો ચાલુ થતાં પહેલા મંજુરી માટે અરજીઓ કરવામાં આવતા હજુ સુધી તંત્ર દ્વારા મંજુરી મળી નથી. હવે 18 થી 20 લાખનું રોકાણ કરી બેસનાર વ્યક્તિને મંજૂરી ના મળતા મોટી ખોટ નો સામનો કરવો પડી રહ્યો છે. જે કેટલે અંશે વ્યાજબી કહેવાય... ? માટે તંત્ર વહેલીતકે મોટા ચકડોળોને મંજુરી આપે એ જરૂરી બન્યું છે.
મંજુરી માટે સેફ્ટી કમિટી બનાવી છે. માર્ગ મકાનનાં કાર્યપાલક ઇજનેર તેના અધ્યક્ષ છે. જે કમિટી જરૂરી ચકાસણી કરી પ્રાંત અધિકારી નાંદોદ મંજુરી આપશે, મંજુરીની સત્તા કમિટીને આપવામાં આવી છે., સી.કે. ઉંઘાડ (RAC નર્મદા)
નવરાત્રિનો મેળો રાજપીપળામાં વર્ષ માં એક વાર આવે છે.આં મોટા ચકડોળ પણ વર્ષમાં એક વાર આવે તો બાળકો ને બેસવા મળે પાનના વર્ષે હજુ ચાલુ થયું નથી પૂછ્યું તો કે છે મંજુરી નથી, સેફ્ટી જરૂરી છે. પણ તંત્ર મંજુરી ક્યારે આપશે મેળો પુરો થઈ જશે પછી.. એટલે મારું માનવું છે. આવી મંજુરીની ચકાસણી તંત્ર એ તાત્કાલિક કરી મંજુરી આપે તો લોકો પાંચ દિવસ ની તો મઝા માણે...વૈશાલી પટેલ (રાજપીપળા રહેવસી
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
