<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

રાજપીપળાનું હરસિદ્ધિ માતાનું મંદિરે નવરાત્રીમાં પર્વમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા: નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામા આવેલ માં હરસિદ્ધિ મંદિર ની આસ્થા લોકવાયકા સાથે જોડાયેલી છે. આઝાદી પહેલા આ શહેર નાંદોદ તરીકે ઓળખાતું હતું.અહીંયા ગોહિલ વંશજો રાજ કરતા હતા.
    લોક વાયકા પ્રમાણે જેના નામથી વિક્રમ સંવત કહેવાય છે. તે રાજા વિક્રમાદિત્યના વંશજોએ રાજપીપળામા રાજ કર્યુ હતુ. અને તેમના જ વંશજ રાજા વેરીસાલજી મહારાજ ઉજ્જૈનની સાથે સાથે રાજપીપળાના પણ ગાદીના વારસ હોવાથી ઉજ્જૈન નિવાસી માં હરસિદ્ધિને સાક્ષાત તેમની સાથે રાજપીપળા લાવ્યા હોવાની દંતકથા છે. અને 450 વર્ષ પુરાણી આ કથા મુજબ આજે પણ સાક્ષાત માં હરસિદ્ધિ ઉજ્જૈન અને રાજપીપળામાં બિરાજે છે.
    આ મંદિરનો વહીવટ રાજપીપળામાં હિન્દુ દેવસ્થાન કમિટી દ્રારા કરવામા આવે છે. જેના અધ્યક્ષ તરીકે મામલતદાર હોય છે. અને આ મંદિર હાલ પ્રવાસનધામ તરીકે પણ વિકસી રહ્યુ છે. આસો માસના પ્રથમ નવ દિવસ સુધી અહીં ભવ્યાદીભવ્ય મેળો ભરાય છે. આ મેળામાં ગુજરાતભરના લાખો લોકો આવે છે.
     અહી મંદિરમાં માતાજીની માનતાઓ કરવામાં આવે છે. લોકો માતાના ખોળે માથું ટેકવીને પોતાની આસ્થા પૂરી કરે છે. પોતાની આખરી બાધા પૂર્ણ થતા અહી લોકો ચુંદરી, સાડી  ચઢાવવા આવે છે. હાલ માંજ મંદિર ની આજુ બાજુ કોતરણી માં સોના ની વરખ ચડાવવા મા આવી રહ્યો છે.
   રાજપીપળાના પુંજારી કિસન ભટ્ટએ  જણાવ્યું હતું કે, આ મંદિરમાં છેલ્લા 415 વર્ષથી માતાજીના નોરતા કરવામાં આવે છે. અને દરરોજ સવાર સાંજે આરતીના   ઢોલ - ઘંટનાદ કરવામાં આવે છે. લોકોની આસ્થા અને ભક્તિના કારણે આજે પણ લોકો માતાજી પર એટલી જ શ્રદ્ધા રાખે છે. મહાઆરતીમાં લાભ લેવા માટે ભક્તોની ભારે ભીડ જામે છે. ચોથ નવરાત્રી એ પણ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે. પહેલા દિવસ થીજ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. અહિયાં ત્રણ આરતી નવરાત્રીમાં થાય છે. જેમાં સવારે 10 કલાકે, બીજી સાંજે 7 કલાકે. ને ત્રીજી રાત્રે 12 કલાકે થાય છે

(11:01 PM IST)