News of Tuesday, 8th October 2024
રસેલા ગામના વ્યક્તિએ પરિણીતા સાથે સોશિયલ મીડિયામાં ચેટ કરી મિત્રતા કેળવી શારીરિક છેડછાડ કરી
મહિલાના મેસેજ વાયરલ કરવાની ધમકી આપી એકલતાનો લાભ લઇ શારીરિક સ્પર્શ કરી તેમના ફોટા બીજાને મોકલી ગુનો કર્યો

(ભરત શાહ દ્વારારાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રસેલા ગામમાં બનેલી ઘટનામાં એક શખ્સે મહિલા સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી શારીરિક સ્પર્શ કરી ધમકી આપતા ગુનો દાખલ થયો છે
મળતી માહિતી અનુસાર નાંદોદ તાલુકાના એક ગામના પરણિત મહિલા સાથે સત્યજીતસિંહ પ્રદિપસિંહ જાદવ (રહે.રસેલા તા.નાંદોદ જી.નર્મદા)નાઓએ સ્નેપ-ચેટ એપ્લીકેશન મારફતે મિત્રતા કેળવી તથા તેમની દિકરી તેમજ તેમના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી તથા મહિલા સાથે કરેલ મેસેજને વાયરલ કરવાની ધમકી આપી મહિલાની એકલતાનો લાભ લઈ તેના ઘરમા પ્રવેશી મહિલા સાથે શારીરીક સ્પર્શ કરી સત્યજીતસિંહે મહિલા સાથે સ્નેપ ચેટમાં પાડેલ ફોટો તેના મોબાઇલ માથી સોસીયલ મીડીયા થકી બીજાને મોકલી ગુનો કરતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.
(1:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
