News of Tuesday, 8th October 2024
સુરતની લાજપોર જેલમાંથી પેરોલ રજા પર મુક્ત થયેલ ડેડીયાપાડા તાલુકાનો કેદી ફરાર
લાજપોર જેલમાં ભરણપોષણ બાબતની સજા કાપી રહેલી કેદી પેરોલ રજા લઈ પોતાના ગામ આવે છે અને રજા પૂર્ણ થયા બાદ હાજર નહિ થતા જેલરે ફરિયાદ નોંધાવી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગોપાલીયા. મોસ્કુટ ગામના અને ભરણપોષણની જેલમાં સજા કાપી રહેલા કેદી પેરોલ રજા બાદ ફરાર થઈ જતાં આ મુદ્દે જેલરે ફરિયાદ નોંધાવી છે
જ્યુડીશીયલ જેલર સંદિપભાઇ અશોકભાઇ વળવી રહે. જેલ સ્ટાફ ક્વાર્ટર લાજપોર મધ્યથ જેલ સુરત શહેર નાઓએ આપેલી ફરિયાદ મુજબ મજકુર પાકા કેદીનીના હુકમ અન્વયે પેરોલ રજા મંજુર થતા લાજપોર મધ્યસ્થ જેલ ખાતેથી તા.૧૭/૦૮/૨૦૨૪ના રોજ દિન-૧૫ની મુદત માટે પેરોલ રજા ઉપર ગોપાલીયા, મોસ્કુટ તા.દેડીયાપાડા જી.નર્મદા મુકામે મુક્ત કરવામાં આવેલ હતો. અને આ કેદીને પેરોલ રજાની મુદત પુરી થતા તા.૦૨/૦૯/૨૦૨૪ નારોજ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હતુ, પરંતુ આ કેદીએ નિયત તારીખે હાજર નહીં થતા ફરાર થઇ ગયેલ હોય જે કેદી વિરૂધ્ધ થયેલી ફરિયાદના આધારે ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બોક્ષ : આ મુદ્દે ડેડીયાપાડા પીઆઈ પી.જે.પંડ્યા એ જણાવ્યું કે આ કેદી એ પેરોલ જમ્પ કરેલ હતા પરંતુ જેવો અમને મેસેજ મળ્યો કે ડેડીયાપાડા ના કોઈ આરોપીએ સુરત લાજપોર જેલથી પેરોલ જમ્પ કરેલ છે તો અમે તાત્કાલિક તેને પકડીને સુરત મોકલી આપેલ હતો પરંતુ તે પહેલા જેલ સત્તાધીશો એ તેની પ્રોસેસ કરી લીધી હતી અને સચિન પોલીસ સ્ટેશનમાં તેની એફઆઇઆર ઝીરો નંબર થી દાખલ કરાવી વધુ કાર્યવાહી માટે ડેડીયાપાડા મોકલેલ હતી, જેના આધારે ડેડીયાપાડા પોલીસે ફરિયાદ દાખલ કરી અને તેના ગામમાંથી તેને ઝડપી લાજપોર જેલ ને સુપરત કર્યો હતો
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
