News of Tuesday, 8th October 2024
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ના ભારતના હોદેદારોની ચૂંટણી અને વરણી
ગુજરાત સંગઠનની મજબુતાઈ ને ધ્યાનમાં રાખીને ગુજરાતને મળ્યું રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન: ભીખાભાઈ રેવાભાઈ પટેલની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ (પ્રાથમિક સંવર્ગ રાષ્ટ્રીય અધ્યક્ષ ) તરીકે નિમણુક

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જે સમગ્ર ભારતનું સૌથી મોટું શિક્ષક સંગઠન છે જેમાં પ્રાથમિકથી વિશ્વ વિદ્યાલય સુધીના શિક્ષકો લાખોની સંખ્યામાં જોડાયેલા છે એની રાષ્ટ્રીય કારોબારી બેઠક ચાર ઓક્ટોબરથી શરૂ થઈ, વિવિધ પ્રકારના ઠરાવો તથા સંગઠનાત્મક વૃત્ત નિવેદન તથા મહામંત્રી પ્રતિવેદન બાદ દેશભરમાંથી આવેલા મોટી સંખ્યામાં અપેક્ષિત પદાધિકારીઓની ઉપસ્થિતીમાં સાધારણ સભા યોજાઇ
જેમાં સંગઠનના બંધારણ મુજબ દર ત્રણ વર્ષે યોજાતી નવા પદાધિકારીઓની ચુંટણી યોજવામાં આવી સૌ પ્રથમ સંગઠનના વરીષ્ઠ ઉપાધ્યક્ષ દ્વારા ત્રણ વર્ષ અગાઉ ની રાષ્ટ્રીય કારોબારીને રદ કરવામાં આવી ત્યારબાદ ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત થયેલા બાલકૃષ્ણ ભટ્ટ ( કર્ણાટક ) એ સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પુરી કરી જેમાં આવેલ દરખાસ્તો, ટેકો સર્વોનુમતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધના ભારતના હોદેદારોની ચૂંટણી અને વરણી કરવામાં આવી
ગુજરાત સંગઠનની મજબુતાઈ ને ધ્યાનમાં રાખીને ગુજરાતને મળ્યું રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન, ગુજરાતના સચિવને રાષ્ટ્રીય સ્તરે અખિલ ભારતીય દાયિત્વ સોંપવામાં આવ્યું. ભીખાભાઈ રેવાભાઈ પટેલની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ (પ્રાથમિક સંવર્ગ રાષ્ટ્રીય અધ્યક્ષ ) તરીકે નિમણુક કરવામાં આવી છે. જે બદલ નર્મદા જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દેવેન્દ્રભાઈ જાદવ મહામંત્રી મહેન્દ્રભાઈ વસાવા પ્રભારી મંત્રી ભરતસિંહ સોલંકી સહિત તમામ હોદ્દેદારો તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી એમ પ્રચારમંત્રી અમિત ગીરી ગોસ્વામીની જણાવ્યું હતું.
(1:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
