News of Tuesday, 8th October 2024
ઋણ મુક્તેશ્વર યુવક મંડળ સંચાલિત અડકો-દડકો ગરબા મહોત્સવનો 17માં વર્ષમાં પ્રવેશ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:રાજપીપળામાં બાલિકા ગરબા ધૂમ મચાવી રહ્યા છે. રાજપીપલા ના ચોર્યાસી ની વાડી પાસે ઋણ મુક્તેશ્વર યુવક મંડળ દ્વારા અડકો-દડકો ગરબા મહોત્સવનું આયોજન 17 વર્ષથી કરવામાં આવે છે.
આ વર્ષે પણ બાલિકા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 200થી પણ વધુ બાળક, બાલિકા ઓ એ અડકો-દડકો ગરબામાં ભાગ લીધો છે.મોટેરાઓ તો મોટા મોટા પાર્ટી પ્લોટ માં કે મોટા ગરબાના આયોજનમાં ભાગ લેતા હોય છે પણ નાના ભૂલકાઓ ગરબા રમવા ક્યાં જાય તેનો વિચાર કરીને ઋણમુક્તેશ્વર યુવક મંડળ સંચાલિત અડકો-દડકો ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.બાળકો અહીં મન મૂકી ને ગરબા રમતા હોઈ છે. ગરબા ની શરૂઆત પેહલા માતાજી ની આરતી અને ત્યારબાદ રાષ્ટ્રગીત નું ગાન કરવામાં આવે છે, પછી જ ગરબા ની શરુઆત કરવામાં આવે છે.બાળકો ને રોજે રોજે લ્હાણી પણ અહીં આપવામાં આવે છે.ધાર્મિક કાર્યો માં હર હંમેશ ઋણ મુક્તેશ્વર યુવક મંડળ અગ્રેસર રહેતું હોય છે.શિવરાત્રી હોઈ , ગણેશ મહોત્સવ હોઈ કે ચૈત્ર નવરાત્રી દરમિયાન નવચંડી યજ્ઞ હોઈ હંમેશા કોઈને કોઈ ધાર્મિક કાર્યક્રમો અહીંયા થતા જ રહેતા હોય છે.
(1:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
