તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
૧૬ હજારના કવોટામાંથી ૧પ૮રપ યાત્રિકોની પસંદગીઃ ગુજરત હજ્જ સમિતિમાં આ વર્ષે ર૪ હજાર ફોર્મ ભરાયા : હજ્જ પઢવા માટે ૮ હજાર લોકો હજુ રાહમાં

અમદાવાદ, તા.૯: હજ્જ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર દેશમાં હજ્જ ૨૦૨૫ માટે ડ્રો રવિવારે કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાત હજ્જ કમિટી દ્વારા અમદાવાદના જુહાપુરામાં હજ ડ્ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંગે ગુજરાત રાજય હજ કમિટીના ચેરમેન ઇકબાલ સૈયદે જણાવ્યું હતું કે, આ હજયાત્રીઓ માટે ખૂબ જ મોટો દિવસ હતો. ગુજરાતમાંથી ૧૫,૦૦૦થી વધુ લોકો આ વર્ષે હજયાત્રા માટે સિલેક્ટ થયા છે. ગુજરાતના ઈતિહાસમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં હજયાત્રીઓની પસંદગી કરવામાં આવી છે. જે મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે છે. અમદાવાદના અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી હજયાત્રીઓ ડ્રોમાં તેમનું નામ જોવા માટે રૂબરૂ આવ્યા હતા. ગુજરાત હજ કમિટીના સભ્ય નાઇન કાઝીએ જણાવ્યું કે, ભારતને હજ માટે ૧,૨૨,૦૦૦નો ક્વોટા મળ્યો છે. જેમાંથી ૧૪,૦૦૦ જેટલા હજયાત્રીઓ ગુજરાતમાંથી હજ પર જશે. આ વર્ષે લગભગ ર૪,૦૦૦ ફોર્મ ગુજરાતમાંથી ભરવામાં આવ્યા હતા. જેમાંથી ૮૦૦૦ લોકો હજુ પણ રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાંથી ૧૫,૮૨૫ લોકોની હજ માટે પસંદગી કરવામાં આવી છે. જ્યારે વેઈટિંગ લિસ્ટમાં નામ આવનાર લોકો પણ ટૂંક સમયમાં હજ માટે તેમનો નંબર લાગી જશે.
હજ કમિટિ ઓફ ઈન્ડિયાએ હજ ૨૦૨૫ માટે પસંદ કરાયેલા યાત્રાળુઓ માટે વિગતવાર માર્ગદશિકા જારી કરી છે. નવી સૂચનાઓ ડહેઠળ, પસંદ કરાયેલા યાત્રાળુઓએ ૮ ઓક્ટોબરથી ૨૧ ઓક્ટોબરની વચ્ચે વ્યક્તિ દીઠ રૂા. ૧,૩૦,૩૦૦નો પ્રથમ હપ્તો ચૂકવવાનો રહેશે. આ રકમમાંથી રૂ&. ૧,૨૮,૦૦૦ એડવાન્સ મુસાકરી ખર્ચને આવરી લેશે, રૂા.૩૦૦ નોન-રિફંડેબલ પ્રોસેસિંગ ફી અને રૂા. ૨,૦૦૦ અન્ય સંબંધિત ખચાઓ માટે ફાળવવામાં આવશે.
એકવાર પ્રથમ હપ્તો ચૂકવવામાં આવે તે પછી, યાત્રીઓએ ૨૩ ઓક્ટોબર પહેલા તેમના હજ અરજી ફોર્મ, એફિડેવિટ, ચુકવણીની રસીદ અને તબીબી તપાસ અને ફિટનેસ પ્રમાણપત્ર તેમની સંબંધિત હજ સમિતિઓને સબમિટ કરવાનું રહેશે. હજ કમિટીના ચીફ એ ક્ઝિકયુટિવ ઓફિસરે ચુકવણી અને દસ્તાવેજ સબમિટ કરવાની સમયમર્યાદાનું પાલન કરવાના મહત્વ પર ભાર મૂકયો હતો. જો સમયમયદાનું પાલન નહીં થાય તો હેજયાત્રીઓની હજબેઠકો રદ કરવામાં આવશે.
હજ ર૦રપ માટે હજ કમિટી ઓફ ઈન્ડિયા, લઘુમતી બાબતોના મંત્રાલય, નવી દિલ્હીની બ્રાન્ચ ઓફિસ ખાતેથી રેન્ડમ ડિઝિટલ સિલેકશન પદ્ધતિથી હજ યાત્રિકોની પસંદગી થયેલ છે. લાઈવ ટેલિકાસ્ટની તથા પસંદગી પામેલ હજ યાત્રિકોના કવર નંબર પ્રકાશિત કરવાની વ્યવસ્થા ગુજરાત રાજય હજ કમિટીની ટીમ દ્વારા ગાંધી હોલ, જુહાપુરા, અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. પસંદગી પામેલ યાત્રિકોની લીસ્ટ ગુજરાત રાજય હજ કમિટીની વેબસાઈટપર મુકેલ છે. જે ચકાસી લેવા દરેક હજ અરજદારોને જણાવવામાં આવ્યું છે.
હજ કમિટી ઓફ ઈન્ડિયા, મુંબઈના રકમ ભરી ડોકયુમેન્ટ હજ હાઉસ, કાલુપુર, અમદાવાદ ખાતે તા.૨૩/ ૧૦/ર૦ર૪ સુધી જમા કરાવવાના રહેશે. ઉક્ત દરેક પ્રક્રિયા કરવા માટે કોઈપણ હજ યાત્રિકોને કોઈપણ માર્ગદર્શન તથા મદદની જરૂરત પડે તો તે તેમના જિલ્લાના હજ કમિટી દ્વારા નિયુકત ફિલ્ડ ટ્રેનર તથા આસીસ્ટન્ટ ફિલ્ડ ટ્રેનરનો સંપક કરી મદદ મેળવી શકશે. જિલ્લા વાઈઝ ફિલ્ડ ટ્રેનર તથા આસીસ્ટન્ટ ફિલ્ડ ટ્રેનરની યાદી વેબસાઈટ પર મુકેલ છે. એડવાન્સ હજ રકમ જમા કરાવવાની છેલ્લી તારીખનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે અને જો રકમ જમા કરાવવામાં નિષ્ફળ જશો અને હજ યાત્રિક પસંદગી રદ કરવામાં આવે તો ગુજરાત રાજય હજ સમિતિની કોઈ જવાબદારી રહેશે નહીં. એમ સમગ્ર વિગત આપતા ગુજરાત રાજય હજ સમિતિના અધ્યક્ષ ઈકબાલ સૈયદ અનેસચિવઆઈ.એમ. ઘાંચીએએક અખબારી યાદીમાં જણાવ્યું છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
