તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
વડોદરા પછી સુરતમાં સગીરા ઉપર ૩-૩ નરાધમોએ દુષ્કર્મ ગુજાર્યું

સુરત : રાજ્યમાં હાલ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. મહિલાઓ અને યુવતીઓ મોડે સુધી ઘરની બહાર ગરબે રમવા નિકળે છે. ગત ૧૫ દિવસમાં ૮થી વધુ બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. વડોદરાના ભાલિયાના યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો રોષ શમ્યો નથી, ત્યાં તો હવે સુરતમાંથી દુષ્કર્મની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના માંગરોળના મોટા બરસરા ગામે સામૂહિક દુષ્કર્મ ઘટના બની છે. જેમાં મોડી રાત્રે સગીરા મિત્રની અવાવરૂ જગ્યાએ લઇ ગયા હતા અને જ્યાં તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
