તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
બારડોલી-કડોદરા રોડ પર અકસ્માત: માલિબા કોલેજની બસે અન્ય એક સ્કૂલ બસ તેમજ રીક્ષાને અડફેટે લીધી
માર્ગ પરથી પસાર થતા એક રાહદારીનું મોત:રીક્ષામાં સવાર અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા

સુરતઃ બારડોલી-કડોદરા રોડ પર ગંગાધરા ગામની સીમમાં અકસ્માત થયો છે. પૂરપાટ ઝડપે આવતી માલિબા કોલેજની બસે અકસ્માત સર્જ્યો છે. માલિબા કોલેજની ખાનગી બસે અન્ય એક સ્કૂલ બસ તેમજ રીક્ષાને અડફેટે લીધી હતી.. માર્ગ પરથી પસાર થતા એક રાહદારીનું અડફેટે આવી જતા મોત થયું છે. તો રીક્ષામાં સવાર અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા છે. સ્કૂલ બસ ખાલી હોવાથી મોટી જાનહાની ટળી હતી .
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
