<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

સુરતમાં ગિલોલની મદદથી કારના કાચ તોડી કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરનાર આંધ્ર પ્રદેશની નેલ્લોર ગેંગ ઝડપાઇ

સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે અડાજણ રામજી ઓવારા પાસેથી નેલ્લોર ગેંગના 5 આરોપીઓની ધરપકડ કરી

સુરતમાં ગિલોલની મદદથી કારના કાચ તોડી કારમાં રહેલી કિંમતી ચીજવસ્તુઓની ઉઠાંતરી કરનાર આંધ્ર પ્રદેશની નેલ્લોર ગેંગ ઝડપાઇ છે. સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે અડાજણ રામજી ઓવારા પાસેથી નેલ્લોર ગેંગના 5 આરોપીઓની ધરપકડ કરી છે.

  આ પાંચેય લોકો ગુજરાતના જાહેર અને ધાર્મિક સ્થળોએ ફરી લોકોની ગાડીઓને ટાર્ગેટ કરતા હતા. જેમાં ગાડીના બોનેટના નીચેનો ભાગ હોય ત્યાં ઓઈલ ટપકે છે તેમ કહીં લોકોનું ધ્યાન ભટકાવી પાછળથી સમાન ચોરી કરતા હતા.

(12:00 PM IST)