<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

સુરતના માંગરોળના બોરસરાં ગામની સીમમાં સગીરા સાથે બળાત્કાર:વડોદરાના ભાયલી જેવી જ પેટર્નથી પીંખી નાખી

સગીરા સાથેના યુવકને માર મારી ભગાડી દીધો પછી સગીરાને નજીકમાં અવાવરુ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું

વડોદરા ભાયલી દુષ્કર્મના આરોપીઓને હજુ કોર્ટમાં રજૂ કર્યો છે. ત્યારે સુરતમાં વધુ એક શર્મનાક ઘટના સામે આવી છે. માંગરોળના બોરસરાં ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે.

સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર સગીરા તેના મિત્ર જોડે બેસી હતી, ત્યારે અજાણ્યા શખ્શોએ આવી દુષ્કર્મ આચર્યું હતુ. અજાણ્યા લોકોએ સગીરા સાથેના યુવકને માર મારી ભગાડી દીધો હતો. જે રછી સગીરાને નજીકમાં અવાવરુ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતુ. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ત્રણ પૈકી એક ઈસમે દુષ્કર્મ આચર્યું હતુ. અન્ય બે ઈસમોએ દુષ્કર્મ આચર્યું છે કે નહીં તે અંગે હજુ કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી.

ઘટનાની જાણ થતા સુરત જિલ્લા રેન્જ IG, સુરત જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે હાલ વધુ તપાસ માટે પોલીસે DOG સ્કોડની મદદ લીધી છે. સમગ્ર મામલે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે.

બનાવ અંગે એસપી હિતેશ જોયસરે જણાવ્યું હતું કે ગઇ કાલે રાતે પોણા અગિયારથી સવા અગિયારની મોટા બોરસરા ગામની સીમમાં ખેતરમાં અવાવરું જગ્યાએ 17 વર્ષ અને 4 મહિનાની સગીરા એમના મિત્ર સાથે ત્યાં બેઠા હતા. ત્યારે ત્રણ ઈસમો અચાનક આવી તેની સાથે દુષ્કર્મ કરેલાનું અને દુષ્કર્મનો પ્રયત્ન કરેલાની હક્કિત પોલીસને જાણ થઇ હતી.

જેના પગલે તાત્કાલિક ધોરણે કોસંબાની પોલીસ ટીમ, એસઓજી, ડીવાયએસપી સુરત ગ્રામ્ય,એસઓજી, એલસીબી પેરોલ, AHTU સહિતની પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચ્યા હતા. આ ઉપરાંત એસપી અને રેંજ આઈજી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળની સ્થિતિ જોઈ અને બનાવ અંગેની માહિતી મળેવી હતી. 10થી વધારે ટીમો સતત બનાવને ઉકેલવા માટે તાત્કાલિક પ્રયત્નશીલ રહી હતી.

રાતે જ ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમ પહોંચી હતી અને વહેલી સવારે ડોગ સ્કવોડ દ્બારા પણ બનાવની જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત એફએસએલ દ્વારા પણ પુરાવા એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી છે. ઘટના ખુબ જ સંવેદનશીલ છે એટલે રાતથી જ તમામ ટીમો કાર્યરત છે. પોલીસ આ કેસમાં સઘન તપાસ કરી રહી છે. આ ઘટનામાં તેના મિત્રને કોઈ પણ પ્રકારની ઈજા થઇ નથી, બે ત્રણ થપ્પડ મારવામાં આવ્યા છે. આ ઉપરાંત પીડિતાનું મેડીકલ પણ કરવામાં આવ્યું છે. આ ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓને કડકમાં કડક સજા થાય તે મુજબની કાર્યવાહી કરી રહી છે.

 

કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા BNSની સેક્શન 70(2), 115(2), સેક્શન 54, સેક્શન 309(4) જેમાં લૂંટનો પણ સમાવેશ થાય છે .કારણે કે પીડિતા તેમજ તેના મિત્રના મોબાઈલ ફોન પણ આ 3 નરાધમ ઈસમો લઈ ગયા છે. 352, 351(3) આ તમામ કલમો BNSની તથા પોક્સો એક્ટની કલમ 4 અને 6 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કોસંબા પોલીસ ઈન્સપેક્ટર આ કેસમાં ઈન્વેસ્ટીગેશન ઓફિસર છે, તેમજ અલાયદી ટીમની રચના કરવામાં આવી છે. જેમાં Dy.SP આર.આર. સરવૈયાના સુપર વિઝનમાં LCB PI, SOG PI, પેરોલ PI, AHTU PIની એક ટીમની રચના કરવામાં આવી છે. આ કેસમાં પોલીસ સઘન તપાસ કરી રહી છે.

 

વધુમાં જણાવ્યું હતું કે પોલીસ આ દિશામાં ગતરાતથી જ ખુબ જ સઘન તપાસ કરી રહી છે. પોલીસને જે બાઈક મળી છે. તેના આધારે બે આરોપીઓની ઓળખ પણ કરી લીધી છે. તમામ આરોપીઓને ઝડપી લેવાની ઝડપથી તજવીજ ચાલુ છે. આ કેસમાં ઝડપથી ચાર્જશીટ પણ કરવામાં આવશે.

(1:33 PM IST)