<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

GST સબંધિત ખોટા દસ્તાવેજ મુદ્દે ફરિયાદનો કેસમાં આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજુર

13 કંપનીઓ વિરૂધ્ધ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી:તપાસ ટીમે રાજ્યના 13 સ્થળોએ દરોડા પાડી તપાસ કરી હતી. ગેરકાયદે નાણાકીય લેવડ દેવડ અને ખોટા પ્રોપ્રાઈટર મળ્યા હતા.

અમદાવાદઃ GST સબંધિત ખોટા દસ્તાવેજ મુદ્દે ફરિયાદનો કેસમાં ક્રાઇમ બ્રાન્ચે પકડેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે. કોર્ટે તમામ આરોપીઓ 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 13 કંપનીઓ વિરૂધ્ધ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી હતી. તપાસ ટીમે રાજ્યના 13 સ્થળોએ દરોડા પાડી તપાસ કરી હતી. ગેરકાયદે નાણાકીય લેવડ દેવડ અને ખોટા પ્રોપ્રાઈટર મળ્યા હતા. 200 કંપનીઓમાં નાણાકીય વ્યવહારો થયાનો પણ ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાંચે મહેશ લાંગા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે.

(1:30 PM IST)