તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
આણંદ જીલ્લા કોંગ્રેસમાં વિખવાદ યથાવતઃ કરમસદ શહેરનું માળખું સસ્પેન્ડ
મધ્યઝોન પ્રભારી નાયડુની બેઠકમાં હાજર ન રહેતા કડક પગલુ

આણંદઃ આણંદ શહેર કોંગ્રેસ સમિતિ ખાતે મધ્યઝોન પ્રભારી ઉષાબેન નાયડુની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કરમસદ શહેર કોંગ્રેસ બોડી ગેરહાજર રહી હતી, જેના કારણે તમામ સભ્યો સહિતના આખા માળખાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આણંદ શહેર કોંગ્રેસમાં કુલ ૨૯ હોદેદારોની નિમણૂંક કરવામાં આવી હતી.
આણંદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનને મજબુત કરવા માટે મધ્યઝોન પ્રભારી ઉષાબેન નાયડુની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કરમસદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉમેશભાઈ પટેલ સહિત બોડીના તમામ સભ્યો ગેરહાજર રહ્યા હતા. તેમની આ હરકતની ગંભીરતાથી નોંધ લેવામાં આવી અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. ૨૯ હોદેદારોના માળખામાં તમામ જ્ઞાતિના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
