<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

અમદાવાદ ખાતે કોંગ્રેસ માઇનોરીટી ડિપાર્ટમેન્‍ટ પ્રદેશ કારોબારીની મીટીંગ મળી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૯: અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્‍ટની પ્રદેશ કારોબારી અને વિવિધ જિલ્લાના ચેરમેનોની એક મીટીંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે વજીરખાન પઠાણના અધ્‍યક્ષ સ્‍થાને મળી હતી.આવતા દિવસો આવનારી ગુજરાતમાં બે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને ૭૨ નગરપાલિકાની ચૂંટણી ના સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરીટી ડિપાર્ટમેન્‍ટ ની પ્રદેશ કારોબારીના હોદેદારો તેમજ ગુજરાતના વિવિધ જિલ્લાના ચેરમેનનોની મીટીંગમાં બે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ૭૨ નગર પાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષનો વિજય થાય તે માટે જણાવેલ કે આવનાર નગરપાલિકા જિલ્લા પંચાયત ની ચૂંટણી માં ભાજપ નો ધોર પરાજિત નિヘતિ છે અને કોંગ્રેસ ના વિજયમાં માઈનોરીટી ડિપાર્ટમેન્‍ટ નો  નોંધપાત્ર અને ચાવી રૂપ ભૂમિકા હશે તેવી રીતે વિસ્‍તળત પણે ખ્‍યાલ આપેલ હતો અને નગર પાલિકાની ચૂંટણીઓમાં મુસ્‍લિમ ઉમેદવારોની પસંદગી માટે એક એક માઇનોરેટીના આગેવાનને મુકવા માં આવશે. આ મીટીંગમા ગુજરાતભરમાંથી પ્રદેશ અને જિલ્લાના ચેરમેન સહિત મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ હતા. આ કાર્યક્રમનું  સંચાલન ગુજરાત પ્રદેશ માઈનોરીટી ડિપાર્ટમેન્‍ટના વાઇસ ચેરમેન નસીરખાન  પઠાણે કરેલ હતું.

(2:10 PM IST)