<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

સુરતના ગંગાધરા ચોકડી નજીક ત્રિપલ અકસ્માત : પુર ઝડપે આવતી ખાનગી ટ્રાવેલ્સે સ્કૂલ બસ અને રીક્ષાને હડફેટે લેતા રાહદારીનું ઘટના સ્થળે જ મોત : જુઓ વિડિયો

સ્કૂલ બસમાં વિધાર્થીઓ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી : સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

સુરત તા.૯ : સુરતના ગંગાધરા ચોકડી નજીક ત્રિપલ અકસ્માતની ઘટના બની છે. પુર ઝડપે આવતી ખાનગી ટ્રાવેલ્સે સ્કૂલ બસ અને રીક્ષાને અડફેટે લેતા રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ.

સુરત: દિવસેને દિવસે રોડ એક્સિડન્ટની સંખ્યા વધી જાય છે. વાહનચાલકો બેફામ વાહનો ચલાવીને અકસ્માત સર્જતા હોય છે. ત્યારે હવે સુરતમાં ખાનગી ટ્રાવેલ્સની બસે અકસ્માત સર્જ્યો છે. જેમાં પૂર ઝડપે ચાલતી બસે રાહદારીને અડફેટે લેતા રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

સુરતના ગંગાધરા ચોકડી નજીક ત્રિપલ અકસ્માતની ઘટના બની છે. પુર ઝડપે આવતી ખાનગી ટ્રાવેલ્સની બસે સ્કૂલ બસ અને રીક્ષાને અડફેટે લીધી. ટ્રાવેલ્સની બસે હાઇવે ક્રોસ કરી રહેલી સ્કૂલ બસ અને રિક્ષાને અડફેટે લીધી હતી.

 

ટ્રાવેલ્સની બસે પુર ઝડપે રાહદારીને અડફેટે લેતા રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જો કે રાહતની વાત એ હતી કે સ્કૂલ બસમાં વિધાર્થીઓ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ખાનગી બસના ડ્રાઇવરની ભૂલના કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે પલસાણા પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.

આ ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે રોડના કોર્નર પર એક વ્યક્તિ ઉભી છે અને ચાર રસ્તા પર સામેથી સ્કુલ બસ આવી રહી છે. અને બીજી તરફથી ફૂલ સ્પીડમાં ટ્રાવેલ્સની બસ આવી અને પહેલા રીક્ષા અને રસ્તા પર ઉભેલી વ્યક્તિને અડફેટે લે છે અને પછી સ્કુલ બસને અડફેટે લે છે. આ પછી તરત જ રસ્તા પર લોકોની ભીડ ભેગી થઈ જાય છે.

(3:32 PM IST)