News of Wednesday, 9th October 2024
રવિવારથી છ દિવસ રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડશે :સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર જોર વધુ રહેશે: પરેશ ગોસ્વામીની આગાહી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી:કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હળવા વરસાદની શક્યતા:રાજ્ય પર વાવાઝોડાનો કોઈ ખતરો નથી

અમદાવાદ : વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની ફરી એકવાર સણસણતી આગાહી સામે આવી છે. તેમણે 13 થી 18 ઓક્ટોબર દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર વરસાદનું જોર વધુ રહેશે તેવુ પણ જણાવ્યું છે
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે. સાથો સાથ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્ય પર વાવાઝોડાનો કોઈ ખતરો નથી તેમજ બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની કોઈ શક્યતા નથી તેવી પણ વિગતો આપી છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, વરસાદની શક્યતાઓ છે પરંતુ અત્યારે કોઈ વાવાઝોડાની શક્યતાઓ નથી. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ગઈ છે. ત્યારે આ ચોમાસાની વિદાય પછી સામાન્ય રીતે વરસાદ વરસતો હોય છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વધુ છે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
