<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

તિલકવાડામાં એમ્બ્યુલન્સ કે શબવાહીનીનાં અભાવે મૃતક મહિલાને ટ્રેકટરમાં લઈ જવાતા આપનો હોબાળો

જિલ્લા પંચાયત પ્રમુખ અને આમ આદમી પાર્ટીનાં કાર્યકરો વચ્ચે તું..તું.. મે..મે... ના દ્ર્શ્યો સર્જાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ગામમાં જંગલી દીપડાએ ગત રાત્રી એ મહિલા પર હુમલો કરી મહિલાનું મોત નીપજાવ્યુ હતું. જિલ્લામાં માનવ ભક્ષી દીપડાનાં આતંક થી ગામડાઓમાં ફફળાટ ફેલાયો છે. ત્યારે તિલકવાડા આરોગ્ય કેન્દ્રમાં પી.એમ બાદ મૃતક મહિલાને ખુલ્લા ટ્રેકટરમાં લઇ જતા રાજકારણ ગરમાયું.
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને આગેવાનો દોડી આવી આટલા મોટા તાલુકા માં એક એમ્બ્યુલન્સ નથી કે મૃતક બેન ને એવી રીતે લઈ જવામાં આવે છે. કહી હોબાળો મચાવ્યો, ત્યાં સ્થાનિક અને ભાજપ નાં આગેવાન જિલ્લાં પંચાયત નાં પ્રમુખ એવા ભીમસિહ તડવી હાજર હોય આપનાં કાર્યકરો એ તેમના વિરૂદ્ધ સૂત્રોચાર કર્યા હતા અને ભાજપ આગેવાનો કહેવા જતા કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો ગરમાયો પંરતુ તિલકવાડા પોલીસ પણ હાજર હોય ઘર્ષણ થયું નહોતું.

આ બાબતે  આમ આદમી પાર્ટી નાં જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા એ જણાવ્યું હતું કે દીપડા કે કરેલા શિકાર ની બનેલી ઘટના બાદ મહિલાની ડેથબોડી ટ્રેકટર માં લઇ જવામાં આવી શું આં છે વિકાસ..? આટલા મોટા તાલુકામાં એક એમ્બ્યુલન્સ નથી કે પી.એમ બાદ મૃતકને સ્વમાન ભેર ઘરે મૂકી આવે આવી આદિવાસીઓ ની હાલત જોઈ અમારે વિરોધ કરવો પાડયો હતો.

જ્યારે જિલ્લા પંચાયત ના પ્રમુખ ભીમસિંહ તડવીએ  જણાવ્યું હતું કે બધી સગવડ છે પણ જે સમયે જે મળ્યું તે મૃતક નાં પરિવાર અમારા જ છે પણ વિરોધી પાર્ટીઓને જ્યાં જુઓ ત્યાં બસ વિરોધ કરી સસ્તી પ્રસિધ્ધિ કરવા જોઈ એ છે. તેમણે લાગે કે આં સુવિધા જિલ્લામાં નથી તો રજુઆત કરવાની પદ્ધતિ છે. એવું થોડું કે મોતનો મલાજો નાં જાળવી ને પોતાની રાજનીતિ કરવાની અમે શાંતિ પૂર્વક કામગીરી કરતા હતા. પરિવારને સાંત્વના આપી અમે બધાં સ્મશાન ની તૈયારીઓ કરતા હતા અને આં લોકો આવી ને વિરોધ પ્રદર્શન કરી ને રાજકારણ રમવા જાય એ કેમ ચલાવી લેવાય ની વાત કરી રોષે ભરાયા હતા.

(10:51 PM IST)