તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
ભાજપના સહકારી બેન્કિંગ ક્ષેત્રના ચીટકી રહેલા હોદ્દેદારો ઉપર લટકતી તલવાર
બેંકોના નિયામક મંડળમાં આઠ વર્ષથી વધુ સમય ન રહી શકાય : અજયભાઈ પટેલ, શંકરભાઈ ચૌધરી, દિલીપભાઈ સંઘાણી, જેઠાભાઈ આહીર, જયેશભાઈ રાદડિયા પદ છોડવું પડસે ?

નવી દિલ્હી,તા. ૧૦: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની નોટિસમાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટના અમલ અંગે કડક પગલાં લેવા હુકમ કરાયો છે. જેના કારણે ગુજરાતમાં અજય એચ. પટેલ, શંકર એલ. ચૌધરી, દિલીપ એન. સંઘાણી, જેઠા જી. આહીર, જયેશ વી. રાદડિયા, અરુણસિંહ એ. રાણા, બિપિન એન. પટેલ અને ડોલર વી. કોટેચા જેવા ભાજપના અનેક નેતાઓને તેમના જીલ્લા સહકારી બેંકોના પદેથી દૂર થવું પડી શકે છે, આમ આરબીઆઈના પગલાંથી ભાજપના સહકારી ક્ષેત્રના ધુરંધરો પર લટકતી તલવાર છે, આ દાવો વિપક્ષે કર્યો છે.
આરબીઆઈ સમક્ષ ગત સપ્ટેમ્બર માસના પહેલાં સપ્તાહમાં રજૂઆતો કરાઈ હતી, જેમાં સહકારી બેંકોમાં ડિરેક્ટરોના કાર્યકાળ અને પારદર્શકતા સંબંધિત મુદ્દાઓ ઊભા કરાયા હતા, જે અંતર્ગત બેન્કીંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઈઓનો ભંગ કરી, નિયામક મંડળમાં આઠ વર્ષથી વધુ સમય માટે પોતાના હોદ્દા ઉપર રહી શકે નહીં તેમ છતાં સરકારના આશિર્વાદથી અને રિઝર્વ બેંકે પહેરેલા કાળા ચશ્માના કારણે ૨૫ વર્ષ કરતા વધુ સમયથી હોદા પર બિરાજમાન ભાજપના આગેવાનોને ઘેરભેગા થવાનું નોબત ઊભી થઈ રહી છે. રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે આ બાબતે યોગ્ય સમયે વધુ પગલાં લેવાશે.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
