<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

સૌરાષ્ટ્ર ગુજરાતમાં છેલ્લા બે નોરતામાં મેઘરાજા વરસી પડે તેવીરે શક્યતા : હવામાન વિભાગ દ્વારા આજે નવસારી-વલસાડમાં ભારે વરસાદની આગાહી : અમદાવાદ-વડોદરા સહિતના જિલ્લાઓમાં પણ હળવો વરસાદ પડશે

આવતીકાલે દક્ષિણ ગુજરાત અને અમરેલી, ભાવનગર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે છે : હવામાન વિભાગ દ્વારા 16 મી ઓક્ટોબર સુધીની આગાહી

રાજકોટ તા.૧૦ :  ગુજરાતમાં હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે આજે અને આવતીકાલે એટલે કે નવરાત્રીના છેલ્લા બે નોરતામાં મેઘો ધોધમાર વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ, વડોદરા, સુરત સહિતના જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આવતીકાલે દક્ષિણ ગુજરાત અને અમરેલી, ભાવનગર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે છે. 

16 ઓક્ટોબર સુધીની વરસાદ અંગેની આગાહી કરી છે.

      આજે 10 ઓક્ટોબરે નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદ, ખેડા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 

            તા.11 ઓક્ટોબરે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદામાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, જૂનાગઢ, પોરબંદર, બોટાદમાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 

             તા.12 ઓક્ટોબરે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદામાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, બોટાદમાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 

            તા.13 ઓક્ટોબરે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદામાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગરમાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 

             તા.14 ઓક્ટોબરે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. આણંદ, પંચમહાલ, દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છ.તા.15 ઓક્ટોબરે અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 16 ઓક્ટોબરે

નવસારી, વલસાડમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

(4:06 PM IST)