તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવવા ભૂપેન્દ્રભાઈ પટેલ મુંબઈમા
મુખ્યમંત્રી પાર્થિવ દેહના દર્શન કરી શ્રદ્ધાસુમન પાઠવશે અને બપોર બાદ ગાંધીનગર પરત આવશે

રાજકોટ તા.૧૦ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને દેશના ઔદ્યોગિક નક્શે આગવું સ્થાન પામેલા ટાટા ગ્રુપના સ્વ. શ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવવા આજે બપોરે ૧૨.૩૦ કલાકે મુંબઈ જવા રવાના થશે.
સ્વ. રતન ટાટાનું ગઈ મોડી રાત્રે અવસાન થયું છે. સ્વર્ગસ્થનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે નેશનલ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ લેન, નરીમાન પોઈન્ટ, મુંબઈ ખાતે રાખવામા આવ્યો છે.
મુખ્યમંત્રી મુંબઈ પહોંચીને સ્વ. રતન ટાટાના પાર્થિવ દેહના દર્શન કરી શ્રદ્ધાસુમન પાઠવશે અને બપોર બાદ ગાંધીનગર પરત આવશે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
