તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
હીરામણિ વૃધ્ધાશ્રમની મુલાકાતે સોનુ નિગમઃ વડીલો ખુશખુશાલ

રાજકોટઃ મંગળવારે સાંજે પ્રસિદ્ધ ગાયક સોનુ નિગમ તેમના વડિલ મિત્ર એવા ચિરંતન બ્રહ્મ ચારી ને મળવા અમદાવાદના હીરામણિ વળદ્ધાશ્રમની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે પ્રસિદ્ધ ગુજરાતી લોકગાયક શ્રી કિર્તિદાન ગઢવી પણ હતા. સાંસદ શ્રી નરહરી અમીનના માર્ગદર્શન હેઠળ ચાલતા, હીરામણિ વળદ્ધાશ્રમમાં રહેતા શ્રી ચિરંતન બ્રહ્મચારી કે જેઓ અગાઉ મુંબઈ રહેતા હતા ત્યારથી સોનુ નિગમના વડીલ મિત્ર છે. જોગાનુજોગ અમદાવાદ ગરબા કાર્યક્રમમાં સોનુ નિગમ અને કિર્તીદાન ગઢવીને આવવાનુ થવાથી તેઓએ હીરામણિ વળદ્ધાશ્રમમાં રહેતા શ્રી ચિરંતન બ્રહ્મચારીને મળવાની ઈચ્છા દર્શાવી હતી. જેથી વળદ્ધાશ્રમમાં રહેતા તમામ વડીલો ખુશ થઈ ગયા હતા. પરિણામે આ બંને કલાકારો વડીલોને મળ્યા હતા અને એક બોર્ડર ફિલ્મનું ગીત ગાયુ હતું. રજુ કરેલ. આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખશ્રી નીતાબેન અમીન અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડો. વરુણ અમીને ઉપસ્થિત રહી બંને મહાનુભાવોનો શાલ, બુકે અને મોમેન્ટો આપી બહુમાન કર્યું હતું. સી.ઈ.ઓ.શ્રી ભગવત અમીને જનસહાયક ટ્રસ્ટને અને હીરામણિ સંસ્થા દ્વારા કરવામાં આવતી વિવિધ સામાજીક શૈક્ષણિક પ્રવળત્તિઓની વિસ્તળત માહિતી આપી હતી.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
