તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
ઉદ્યોગપતિ સ્વ. રતન ટાટાએ સમગ્ર વિશ્વમાં ઔધોગિક ક્ષેત્રે દેશને ગૌરવ અપાવ્યું છે : ભારતે સાચા અર્થમાં રતન ગુમાવ્યું : રતન ટાટાના અવસાનથી દેશને મોટી ખોટ પડી છે : ભૂપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રીએ પદ્મવિભૂષણ અને ટાટા ગ્રૂપના મોભી રતન ટાટાને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી

રાજકોટ તા.૧૦: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પદ્મવિભૂષણથી સન્માનિત અને ટાટા ગ્રૂપના મોભી શ્રી રતન ટાટાના નિધન અંગે શોક વ્યક્ત કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, ભારતે સાચા અર્થમાં રતન ગુમાવ્યું છે. તેમના અવસાનથી દેશને ક્યારેય પૂરી ન શકાય તેવી ખોટ પડી છે, તેવું મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વધુમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શ્રી રતન ટાટાએ સમગ્ર વિશ્વમાં ઔધોગિક ક્ષેત્રે દેશને ગૌરવ અપાવ્યું છે. આજે તેઓ જ્યારે આપણી વચ્ચે રહ્યા નથી ત્યારે દુઃખની લાગણી અનુભવી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
