તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
અમદાવાદ સેન્ટ્રલ જીએસટીનાં સુપ્રિ. સવા લાખની લાંચમાં ઝડપાયા
સોના ચાંદીના વેપારીની ઓડિટ ભુલ કાઢી હતીઃ ૩૫ લાખ દંડ ન ભરવો હોય તો ૧.૨૫ લાખમાં વહીવટ કરવા ઓફર આપેલ એસીબી વડા શમશેરનાં માર્ગદર્શનમાં એસીબીનો વધુ એક મોટો શિકાર

રાજકોટ તા. ૧૦ :.. અમદાવાદમાં સેન્ટ્રલ જીએસટીના સુપ્રિટેન્ડેન્ટ મોહમદ રિઝવાન શેખ એન. કુલદિપ, મુલચંદ કુસવાહ તથા ભૌમિક ભરતભાઇ સોની સવા લાખની લાંચ લેતા ઝડપાઇ જતા ખળભળાટ મચી ગયો છે. એસીબીના વડા શમશેરસિંહના માર્ગદર્શનમાં એસીબી ટીમે વધુ એક મોટો શિકાર કર્યો છે.
ફરીયાદીઃ- એક જાગળત નાગરીકે આરોપી (૧) મોહંમદ રિઝવાન શેખ, નોકરી- સુપ્રિટેન્ડેન્ટ ઓફ સેન્ટ્રલ ટેક્ષ, સી.જી.એસ.ટી. ઓડિટ, અમદાવાદ વર્ગ-૨, (૨) કુલદિપ મુલચંદ કુસવાહ, ઇન્સ્પેક્ટર સી.જી.એસ.ટી., ઓડીટ અમદાવાદ વર્ગ-૩, અને (૩) ભૌમિકભાઇ ભરતભાઇ સોની (પ્રજાજન) સામે એસીબીમાં ફરીયાદ કરી હતી.
જેમાં શ્રી અંબીકા ટચ ના શોરૂમ માં, ગોલ્ડ સુક, ઇસ્કોન આર્કેડ પાસે, સી.જી.રોડ, અમદાવાદ, ખાતે ત્રણેય લાંચ લેતા ઝડપાઇ ગયા હતાં.
ફરીયાદી તથા તેમના ભાઇ સોના ચાંદી પેઢી ચલાવતા હોઇ, જે પેઢીના જુલાઇ-૨૦૧૭ થી માર્ચ-૨૦૨૩ ના નાંણાકીય વર્ષના હિસાબનું ઓડીટ હાથ ધરવા બાબતે આરોપી-૧ નાએ નોટીસ આપેલ જે અન્વયે આરોપી-૨ નાઓએ ફરીયાદીની પેઢી ખાતે સ્થળ વિઝીટ કરેલ અને ઓડીટને લગત જરૂરી-કાગળો સાથે તેઓની કચેરીએ બોલાવેલ જે કાગળો સાથે ફરીયાદી આરોપી-૧ તથા આરોપી-૨ ને તેઓની કચેરીએ રૂબરૂ મળેલ અને ફરીયાદીને તેમની પેઢીના વર્ષ-૨૦૧૯-૨૦ ના હિસાબોમાં ક્ષતિ કાઢી દંડ પેટે રૂપિયા પાત્રીસ લાખ ચલણ સાથે ભરવા પાત્ર થાય છે તેમ જણાવેલ જેથી ફરીયાદીએ ક્ષતિ અંગેની વિગતો પોતાની તથા તેમના વકીલને મોકલી આપવા જણાવેલ જે વેરીફાઇ કરી આરોપી નં-૧ અને ૨ નાઓએ તેઓને અંદાજિત રૂ. ૨૭,૦૦૦/- ચલણ ભરાવેલ અને આ દંડ ઓછો વસુલ કરવા પેટે રૂ.૧,૨૫,૦૦૦/- ની રકમ ની લાંચ ની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, એ.સી.બી. નો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને લાંચનાં છટકા દરમિયાન આરોપી નં.-૧ ના કહેવાથી આરોપી નં-૩ નાઓએ ઉપરોક્ત સ્થળ પર લાંચનાં નાણાં સ્વીકારી પકડાઈ જઈ અને આરોપી નં-૧, ૨ નાઓએ એકબીજાના મેળાપીપણા માં પોતાના હોદ્દોનો દુર ઉપયોગ કરી ગુનો કર્યા બાબત કર્યો છે.
આરોપીઓને ડિટેઇન કરી આગળની કાર્યવાહી કરેલ છે.
ટ્રેપીંગ અધિકારી શ્રીમતી એ.કે.ચૌહાણ, પો.ઇન્સ. એ.સી.બી., ફિલ્ડ-૧, મુ.સ., અમદાવાદ તથા ટીમ હતી. (પ-૩૧)
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
