<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

સોૈરાષ્‍ટ્ર-દક્ષિણ ગુજરાતમાં હળવા-ભારે વરસાદની આગાહી

ગુજરાત ઉપર મજબુત સિસ્‍ટમ સર્જાતા એલર્ટ અપાયુઃ ચોમાસાની વિદાયની જાહેરાત પછી ફરી વાદળા છવાતા ચિંતા

રાજકોટ તા. ૧૦ :.. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે તા. ૧૦ થી ૧૬ દરમિયાન હળવા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત ઉપર મજબુત  સિસ્‍ટમ સક્રિય થતા ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્‍યુ છે. આજે વાદળા છવાઇ જતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે અને ચોમાસાની વિદાયની જાહેરાત બાદ ફરી વાદળા છવાયા છે.

આજે ઉના, મહુવા, વેરાવળ, જુનાગઢ, વડોદરા, ભરૂચ, ગોધરામા હળવા વરસાદની આગાહી અપાઇ છે.

કાલે તા. ૧૧ ને શુક્રવારે વાવાઝોડુ ગુજરાતની નજીક આવશે. અને ગોંડલ, ભાવનગર, જસદણ, વડોદરા, લુણાવાડા, દાહોદમાં ભારે વરસાદ પડશે.

તા. ૧ર નાં પોરબંદર, ભાણવડ, જુનાગઢ, બોટાદ, જસદણ, રાધનપુર, હિંમતનગર, ધોળકા, પેટલાદ, વડોદરા, ભરૂચ, વ્‍યારામા઼ ભારે વરસાદ પડશે.

તા. ૧૩ ના વેરાવળ, જુનાગઢ, પોરબંદર,  અમરેલી, ગોંડલ, ભાવનગર, રાપર, રાધનપુર, ભરૂચ, સુરતમાં ભારે વરસાદ પડશે.

તા. ૧૪ ના ઉના, જુનાગઢ, દ્વારકા, પાલનપુર, વેરાવળ, વલસાડમાં તથા તા. ૧પ ના જામનગર, કચ્‍છ, ગાંધીધામ, વલસાડમાં ભારે વરસાદ પડશે.

તા. ૧૬, ૧૭ અને ૧૮ ના પણ ગુજરાત સૌરાષ્‍ટ્રના અમુક જીલ્લામાં હળવો ભારે વરસાદ પડશે.

અરબી સમુદ્રમાં લક્ષદીપ નજીક લો પ્રેશર સક્રિય થયું. લો પ્રેશરના કારણે ગુજરાત તરફ ભેજ આવશે. આગામી ૪ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રના અમુક જિલ્લામાં છુટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. ગાજવીજ સાથે ગુજરાતના અનેક જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા સુરત ડાંગ વલસાડ નવસારી તાપીમાં સામાન્‍ય વરસાદની આગાહી છે.

નૈઋત્‍યનું ચોમાસું  મોટાભાગના વિસ્‍તારોમાંથી વિદાય લઈ ચૂકયું છે. બીજી બાજુ ઓડિશા, આસામ, મેઘાલય, તટીય કર્ણાટકના વિસ્‍તારો, કર્ણાટકના દક્ષિણ ભાગો, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદ થયો છે. આવી પરિસ્‍થિતિમાં હવામાન વિભાગે ૩ કલાકનું નાવકાસ્‍ટ બુલેટિન જાહેર કરીને ખેલૈયાઓની ચિંતા વધારી દીધી છે. ઓક્‍ટોબર મહિનામાં હવામાનમાં બદલાવ થવાના એંધાણ તો હતો અને વરસાદની પણ શકયતાઓ હતી. જોકે વરસાદી વાતાવરણ જોવા મળ્‍યું નથી, પરંતુ આઠમથી ગુજરાતમાં વરસાદી માહોલ બન્‍યો છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, નવરાત્રિમાં આજથી ૧૨ ઓક્‍ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્‍ટ્રના ભાગોમાં હળવા કે મધ્‍યમ વરસાદી ઝાપટા પડવાની શકયતા છે. તો ૧૨-૧૩ ઓક્‍ટોબરે દક્ષિણ ભારત, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્‍ટમ બનવાની શકયતા છે. ૧૪-૧૬ ઓક્‍ટોબર સુધીમાં પヘમિ ભારતના વાદળછાયુ વાતાવરણ રહેશે. ૧૭ ઓકટોબરે સુર્ય તુલા રાશિમાં આવતા અરબસાગર અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડુ બનવાની શકયતા છે

(4:40 PM IST)