<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

ભાયલી સામુહિક દુષ્કર્મના આરોપીઓના વધુ રિમાન્ડ મેળવાયા :હવે 14 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર રહેશે

પોલીસ દ્વારા વધુ તપાસ અને પુરાવા એકઠા કરવા માટે સાત દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. કોર્ટ દ્વારા આરોપીના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

વડોદરાના ભાયલી સામુહિક દુષ્કર્મના આરોપીઓના રિમાન્ડ આજે પુરા થતા કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડ મેળવાયા છે. આરોપીઓ આગામી  14 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર રહેશે. પોલીસ દ્વારા વધુ તપાસ અને પુરાવા એકઠા કરવા માટે સાત દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી.

    કોર્ટ દ્વારા આરોપીના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.રિમાન્ડના કારણોમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ તપાસ દરમિયાન પોલીસને સતત ગોળગોળ ફેરવી રહ્યા છે. 

તપાસમાં પૂરતો સહયોગ ન આપતા હોવાથી વધુ રિમાન્ડની માંગ કરાઈ હતી.

(6:50 PM IST)