<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

નવરાત્રીમાં મેઘરાજાના તાલ :રાજ્યમાં 45 તાલુકાઓમાં વરસાદ:ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ

સૌથી વધુ ગીર સોમનાથના કોડીનારમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો: નવસારીના ગણદેવીમાં 1.7 ઈંચ તેમજ ગીરસોમનાથના સુત્રાપાડામાં 1.25 ઈંચ વરસાદ વરસ્યો:ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા આયોજકો મૂંઝવણમાં

અમદાવાદ :રાજ્યના વિવિધ વિસ્તારોમાં નવરાત્રીના સમયમાં વરસાદ વિઘ્ન બન્યો છે. આજે સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના કોડીનારમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નવસારીના ગણદેવીમાં 1.7 ઈંચ તેમજ ગીરસોમનાથના સુત્રાપાડામાં 1.25 ઈંચ વરસાદ વરસ્યો છે.

   ભાવનગરના મહુવામાં 1.10 ઈંચ જ્યારે નવસારીના ચીખલી અને ખેરગામમાં 1 ઈંચ તેમજ સુરતના મહુવા અને પલસાણામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.

   સુરતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મજૂરા ગેટ, અડાજણ, પાલ, ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી છે. મોડી સાંજે વરસાદ શરૂ થતા નવરાત્રી આયોજકો ચિંતામાં મુકાયા છે.

  નવસારી જિલ્લામાં આઠમે નોરતે વરસાદ વિધ્ન બન્યો છે. જિલ્લાના અનેક વિસ્તારો વરસાદ ખાબક્યો છે, ગણદેવી, બીલીમોરા તેમજ ચીખલી તાલુકામાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા આયોજકો મૂંઝવણમાં મુકાયા છે

    લસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ ધરમપુર અને કપરાડા સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. નવરાત્રીમાં વરસાદી માહોલથી ખેલૈયા અને ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ છવાયો હતો. વરસાદને કારણે ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. .

(7:52 PM IST)