<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

વલસાડના વાપી અને આસપાસ વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો

બપોર બાદ કપરાડાના નાનાપોંડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો

વલસાડ જિલ્લામાં વાપી અને આસપાસ વિસ્તારમાં આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી જ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. બપોર બાદ કપરાડાના નાનાપોંડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. 

   મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. એ મુજબ ગઈકાલે પણ જિલ્લાના વલસાડ ધરમપુર કપરાડા પારડી ઉમરગામ અને વાપી તાલુકામાં વરસાદ વરસ્યો હતો .

  આજે સતત બીજા દિવસે કપરાડાના નાનાપોન્ઢા સહિત તાલુકાના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. આમ સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ડાંગરના પાકને નુકસાનની ભીતી સેવાઇ રહી છે. આથી ખેડૂતોમાં ચિંતા છે. હજુ પણ આગામી સમયમાં જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે..  


 

(8:48 PM IST)