તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
સુરતમાં વરસાદે ખેલૈયાઓની મજા બગાડી: ગાજવીજ સાથે વરસેલા વરસાદે નવરાત્રિના આયોજન પર પાણી ફેરવી દીધા
અઠવાગેટ, પીપલોદ, પાર્લે પોઇન્ટ, ઉમરા ગામ, ડુમસ રોડ, વેસુ, નાનપુરા, મજુરા ગેટ, ઉધના, અડાજન અને રાંદેરમાં વરસાદ વરસ્યો: પાર્ટી પ્લોટ અને ખુલ્લા મેદાનોમાં આયોજિત ગરબા સ્થળોએ પાણી ભરાયા:મજુરા ગેટ વિસ્તારમાં સર્વિસ રોડ પર પાણી ફરી વળ્યા

સુરત શહેરમાં આજે નવરાત્રિના આઠમા નોરતે સાંજથી શરૂ થયેલા વરસાદે ગરબા પ્રેમીઓની મજા બગાડી છે. ગાજવીજ સાથે વરસેલા આ વરસાદે નવરાત્રિના આયોજનો પર પાણી ફેરવી દીધા છે.
શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે, અઠવાગેટ, પીપલોદ, પાર્લે પોઇન્ટ, ઉમરા ગામ, ડુમસ રોડ, વેસુ, નાનપુરા, મજુરા ગેટ, ઉધના, અડાજન અને રાંદેરમાં વરસાદ વરસ્યો છે.
વરસાદના કારણે પાર્ટી પ્લોટ અને ખુલ્લા મેદાનોમાં આયોજિત ગરબા સ્થળોએ પાણી ભરાયા છે, મજુરા ગેટ વિસ્તારમાં સર્વિસ રોડ પર પાણી ફરી વળ્યા છે, વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું છે
હવામાન વિભાગની આગાહી મુજબ વરસેલા આ વરસાદે નવરાત્રિના આયોજકોની ચિંતામાં વધારો કર્યો છે. સાંજે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ રાત્રે મુશળધાર બન્યો હતો, જેના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં હાલાકીની સ્થિતિ સર્જાઈ હતી.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
