<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ ઉપલેટા માર્કેટ યાર્ડમા 1701 રૂપિયા બોલાયો: જાણો અન્ય 38 યાર્ડમાં શું રહ્યો ભાવ ? : જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 38 માર્કેટ યાર્ડમાં કુલ 2,815.95 ટન કપાસની આવક થઇ

અમદાવાદ : ગુજરાતની 38 માર્કેટ યાર્ડમાં કુલ 2,815.95 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ ઉપલેટા માર્કેટ યાર્ડમા 1701 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1660 રૂ. જ્યારે નીચો ભાવ 1330 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જસદણમાં 1650 રૂ., સિદ્ધપુરમાં 1629 રૂ., બાબરામાં 1628 રૂ., ગોંડલમાં 1556 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,815.95 ટન કપાસની આવક થઇ છે. 

(10:03 PM IST)