તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
સંતરામપુર બેંક ઓફ બરોડાના લોન વિભાગનો મેનેજર 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
મેનેજર મહેન્દ્રકુમાર શિવરામ જાદવે પેન્શન યોજના પર લોન મંજુર કરવા માટે રૂ. 20 હજારની રકમની લાંચ માંગી હતી

મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં વધુ એક લાંચિયો અધિકારી ACBના સકંજામાં લાંચ લેતા રંગેહાથ પકડાઈ ગયો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની બેંક ઓફ બરોડામાં લોન વિભાગમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મહેન્દ્રકુમાર શિવરામ જાદવે પેન્શન યોજના પર લોન મંજુર કરવા માટે ફરિયાદી પાસે રૂ. 20 હજારની રકમની લાંચ માંગી હતી.
જો કે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે મહીસાગર ACBનો સંપર્ક કર્યો હતો. જ્યાં ફરિયાદને આધારે મહીસાગર ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકામાં સંતરામપુર બેંક ઓફ બરોડાના લોન વિભાગમાં ફરજ બજાવતો લાંચિયો મેનેજર મહેન્દ્રકુમાર જાદવ લાંચની રૂ. 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. ACBની કાર્યવાહીથી બેંકમાં સોંપો પડી ગયો હતો. હાલ તો મહીસાગર એસીબીએ લાંચિયા મેનેજરની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
