<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી વિશ્વની ઊંચી પ્રતિમા હોવા છતાં જિલ્લામાં એકપણ મોબાઈલ નેટવર્ક પૂરતું મળતી નથી

સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે વિશ્વભર માં નામના મેળવનાર નર્મદા જિલ્લામાં નેટવર્કના ધાંધિયાથી જિલ્લાવાસીઓ સહિત પ્રવાસે આવતા પ્રવાસીઓ પણ હેરાન: એકપણ કંપનીના નેટવર્ક નહિ આવતા લોકો ઘરોમાં વાઇફાઇ લગાવવા મજબૂત બન્યા: જે તે સિમકાર્ડની કંપનીઓ જો કાર્ડ બીજી કંપનીનું લે તો તરત કંપનીમાંથી કોલ કરી ગ્રાહકો ને રીઝવવા અનેક હથકંડા અપનાવે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લો સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે વિશ્વભરમાં નામના મેળવી રહ્યો છે અને દેશ વિદેશના પ્રવાસીઓ અહીં પ્રવાસે આવતા થયા છે, ધીરે ધીરે જિલ્લો વિકાસ પામી રહ્યો છે ત્યારે ખાસ આ ઈન્ટરનેટના ફાસ્ટ યુગમાં નર્મદા જિલ્લામાં એકપણ કંપનીના નેટવર્ક યોગ્ય મળતા નથી જેના કારણે ગ્રાહકો તોબા પોકારી ઊઠયા છે અને સીમકાર્ડની કંપનીઓ બદલી નેટવર્ક સારું મળે તેવા પ્રયત્નો કરે છે પરંતુ ખાસ કોઈજ કંપની દ્વારા યોગ્ય નેટવર્ક મળતું નથી અને જો ગ્રાહકો બીજી કંપનીનું નેટવર્ક કરાવે તો પહેલી કંપની માંથી તરત કોલ આવે છે અને ગ્રાહકોને રીઝવવા અનેક હથકંડા અપનાવે છે, અને અનેક લોભામણી વાતો કરાય છે પરંતુ કંટાળેલા ગ્રાહકો કોઈજ વાત માનતા નથી.
  સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે વિશ્વભરમાં નામના મેળવનાર નર્મદા જિલ્લામાં નેટવર્કના ધાંધિયથી જિલ્લાવાસીઓ સહિત પ્રવાસે આવતા દેશ વિદેશના પ્રવાસીઓ પણ હેરાન થઈ રહ્યા છે. આ જિલ્લામાં 3જી નેટવર્ક પણ યોગ્ય રીતે મળતું નથી ત્યાં કેટલીક કંપનીઓ દ્વારા 5જી ની જાહેરાતો કરી ગ્રાહકોને રીતસર છેતરવાનો પ્રયાસ થાય છે.
   સરકાર તમામ વસ્તુ ઑનલાઇન કરવાની વાતો કરી વિદેશી નીતિ અપનાવવા તરફ આગળ વધે છે પરંતુ હાલ ઇન્ટરનેટ ના ફાસ્ટ યુગ માં નર્મદા જિલ્લા જેવા અનેક જીલ્લાઓની કચેરીઓ માં સર્વર બંધ સહિતની અનેક તકલીફો સામે આવે છે જેમાં અરજદારો ધક્કે ચઢતા હોય છે ઉપરાંત મોબાઈલ નેટવર્ક કે કોલિંગમાં પણ અનેક ખામી આવતા ગ્રાહકો આવી સિસ્ટમથી હવે કંટાળી ચૂક્યા છે અને મોટાભાગના ઘરો કે ઓફિસોમાં વાઇફાઇ લગાવતા થયા છે.

(11:46 PM IST)