<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

તિલકવાડામાં મહિલાનો મૃતદેહ ટ્રેક્ટરમાં નહી, પરંતુ શબવાહિની લઈ જવા અવરોધ ઊભો કરતા આપના નેતાઓ વિરૂદ્ધ ફરિયાદ

દીપડાએ મહિલાને મોતને ઘાટ ઉતર્યા બાદ તેના મૃતદેહને પરિવારજનો ટ્રેક્ટરમાં લઇ જતા હતા ત્યારે આપના હોદ્દેદારોએ અવરોધ ઊભો કરી શબવાહિનીમાં લઇ જવા દબાણ કરતા ગુનેગાર બન્યા: નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, ગિરિરાજ સિંહ ગોહિલ(નાંદોદ તાલુકા પ્રમુખ) અર્જુનભાઇ માછી (નર્મદા જીલ્લા મહામંત્રી) મોઈન ખાનજી દાયમાં (સોશિયલ મીડિયા પ્રભારી) નર્મદા નાઓ સહિત અન્ય ત્રણેક કાર્યકરો વિરૂદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે રહેતા મહિલા પર દીપડાએ હુમલો કરતા મહિલાનું મોત થયું ત્યારબાદ તેમના મૃતદેહને એક ટ્રેક્ટરમાં લઇ જતા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો એ ટ્રેક્ટર અટકાવી મૃતદેહ શબવાહિનીમાં જ લઈ જવા દબાણ કરી અવરોધ ઊભો કરતા મૃતક મહિલાના દીકરાએ ફરિયાદ આપી હતી

  પ્રાપ્ત માહિતી અનુસાર કલ્પેશભાઈ અરવિંદભાઈ તડવી (રહે.અલવા ટેકરાફળિયુ તા. તિલકવાડા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમની માતાની લાશનું પી.એમ.થયા બાદ અંતિમવીધી માટે તેઓ ટ્રેક્ટરની ટ્રોલીમા લઇ જતા હતા તે દરમ્યાન નિરંજનભાઈ નગીનભાઈ વસાવા તથા તેમની સાથે આવેલા કાર્યકરોએ એકસંપ કરી ગેરકાયદેસર કાયદા વિરૂધ્ધની મંડળી રચી ટ્રેક્ટરને ગેરકાયદે અવરોધ કરી "લાશને ટ્રેક્ટરમાં લઇ જવાની નથી શબવાહીમા જ લઇ જવાની છે" તેમ જણાવતા કલ્પેશભાઈ ના સબંધી ભીમસીંગભાઈ તડવી દ્વારા આ લોકો ને આ રીતેનો વ્યવહાર નહી કરવા જણાવતા તેમની સાથે પણ ઉંચા આવાજમાં બોલી સુત્રોચ્ચાર કરી તેમની પાર્કીંગમાં ઉભેલ ગાડી આગળ બેસી જઇ ગેરકાયદેસર અવરોધ કરતા પોલીસ દ્વારા આ લોકો કોઇ સંઘર્ષ કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ ન કરે તે માટે છુટા પડી જવા જણાવવા છતાં નહી માની ગુનો કરતા તિલકવાડા પોલીસે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, ગિરિરાજ સિંહ ગોહિલ, નાંદોદ તાલુકા પ્રમુખ, અર્જુનભાઇ માછી, નર્મદા જીલ્લા મહામંત્રી, મોઈન ખાનજી દાયમાં, સોશિયલ મીડિયા પ્રભારી, નર્મદા નાઓ સહિત અન્ય ત્રણેક આપ ના કાર્યકરો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:57 PM IST)