તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 11th October 2024
રાજપીપળા સોનીવાડ નંદકેશ્વર મહાદેવ મંદિરે નાના બાળકોના ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:શ્રી શિવ શક્તિ ગૃપ ગરબા આયોજીત નંદકેશ્વ્રર મહાદેવ મંદિર સોનીવાડ, રાજપીપલા વિસ્તારમાં નાના બાળકો છોકરા તથા છોકરીઓ 5થી 15 વર્ષ સુધીનાઓને કોઈ પણ વિનામૂલ્યે ગરબાનું આયોજન કરવામાં આવ્યું,
ગરબામાં ભાગ લેનાર તમામ બાળકોને રોજે રોજ લાણી તથા ગિફટ આપવામાં આવે છે લાણી તથા નાસ્તો આયોજકો તથા દાતાઓની મદદથી આ વસ્તુઓ આપવામાં આવે છે, તારીખ 09/10/2024 ના રોજ સાતમા નોરતે આયોજકો તથા સોનીવાડના નગર પાલિકાના માજી તથા હાલના સભ્યોને માન આપી મુખ્ય મહેમાન તરીકે ધારીખેડા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ , નગરપાલિકા રાજપીલાના પ્રમુખ ના પતિ કમલેશ ભાઈ પટેલ નગરપાલિકા રાજપીપલાના ઉપપ્રમુખ ગિરિરાજ ગોહિલ તથા નગરપાલિકાના સભ્યો હાજર રહી આરતી કરી સોનીવાડ વિસ્તારની શોભા વધારી હતી.
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
