તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 11th October 2024
હરસિધ્ધિમાં મંદિરે 250 જેટલા રાજપુત યુવાનોએ માતાજીની તલવાર મહાઆરતી કરી
હરસિધ્ધિ માતાજી મંદિરના પટાંગણમાં ૨૫૦ રાજપુત યુવાનો તલવારબાજીના દિલધડક કરતબ કરી માં હરસિધ્ધિની મહાઆરતી કરી:દશ વર્ષથી રાજપૂતો દ્વારા તલવાર મહાઆરતી કરવામાં આવે છે.નર્મદા જિલ્લા સહિત વડોદરા, સુરત, ભરૂચ, છોટાઉદેપુરના ૨૫૦ રાજપુતો તલવાર મહાઆરતીમાં જોડાયા હતા: મહારાજા રઘુવીરસિંહજી ગોહિલ તથા રાજવી પરિવાર તલવાર મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા.

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:રાજપીપળા હરસિધ્ધિ માતાજીના મંદિરે સાતમા નોરતે તારીખ ૦૯/૧૦/૨૦૨૪ના રોજ ૨૫૦ રાજપુત યુવાનો દ્વારા હરસિધ્ધિ માતાજીની તલવાર મહાઆરતી કરવામાં આવી હતી. સમસ્ત રાજપૂત સમાજ ગુજરાત દ્વારા આ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૫૦ રાજપૂત યુવાનો દ્વારા તલવારબાજીના દિલધડક કરતબ કરી માં હરસિધ્ધિની આરાધના કરવામાં આવી હતી.
દશ વર્ષથી રાજપૂતો દ્વારા તેમની કુળદેવી માં હરસિધ્ધિની તલવાર મહાઆરતી કરવામાં આવે છે.નર્મદા જિલ્લા સહિત વડોદરા, સુરત, ભરૂચ, છોટાઉદેપુર ના ૨૫૦ રાજપુતો કેસરીયા સાફા પહેરી, તિલક કરી રાજપુતી પરંપરા અનુસાર તલવાર મહાઆરતીમાં જોડાયા હતા. તલવાર મહાઆરતીમાં રાજપુત યુવાનો દ્વારા ૨૦૦ કિલોથી વધુ ફૂલોથી માતાજીના ચરણની આકૃતિ બનાવી તલવાર મહાઆરતી કરવામાં આવી.
રાજપીપળા સ્થિત હરસિધ્ધિ માતાજી ના મંદિરે તારીખ ૦૯/૧૦/૨૦૨૪ના રોજ સમસ્ત રાજપુત સમાજ ગુજરાતના ૫૦૦ થી વધુ રાજપુત યુવાનો સાંજે ૫:૦૦ કલાકે નટવરનિવાસ થી માં હરસિધ્ધિની પાલખી સાથે શોભાયાત્રા કાઢી હરસિધ્ધિ માતાજીના મંદિરે પહોંચ્યા હતા, ત્યારબાદ સાંજે ૬:૩૦ કલાકે ૨૫૦ રાજપૂત યુવાનો તલવાર મહાઆરતી કરી ધન્યતા અનુભવી હતી. તલવાર મહાઆરતીમાં મહારાણા રઘુવીરસિંહજી ગોહિલ તથા રાજવી પરિવાર તથા હજારોની સંખ્યામાં તલવાર મહાઆરતી જોવા જનમેદની ઊમટી પડી હતી
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
