તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 11th October 2024
પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત બોરીદ્રા શાળાના મુખ્ય શિક્ષક દ્વારા મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા પ્રોજેક્ટ અભિયાન
ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું અને શાળાનું નામ નોંધાવીને પ્રમાણપત્ર મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યો:પર્યાવરણ પ્રયોગ શાળા અંતર્ગત પ્રોજેક્ટ"મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા" બોરીદ્રા શાળા પ્લાસ્ટીક મુક્ત શાળા બનશે: ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડ માં પોતાનુ અને શાળાનું નામ નોંધાવી પ્રમાણપત્ર મેળવવાના પ્રયત્નો હાથ ધરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: "મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા" પ્રોજેક્ટમાં બાળકોને પ્રાર્થનામાં પયૉવરણનું મહત્વ સમજાવી પ્લાસ્ટિક મુકત શાળા બનાવવામાટે ના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા,,પોતાના ઘરે પાણીની 10 કે 20 રૂપિયાની આવે છે તે નકામી બોટલમાં શાકભાજી લાવી તેવું નકામુ પ્લાસ્ટીક, પડીકા ,અન્ય પ્લાસ્ટીક ભરી શાળામાં લાવવા લાવવા બાળકોને સજાવવામાં આવ્યા, જે બાળક વધુ બોટલ લાવે તેવા ત્રણ બાળકને પેન અથવા અન્ય ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા જેને કારણે બાળક મોબાઈલમાંથી નીકળી પ્રોજેક્ટ કરતો થયો છે સાથેજ વાલીઓ પણ જોડાયા છે અને પ્લાસ્ટીક પેન ઓછું થઈ રહ્યું છે વાલીઓશાકભાજી કાપડની થેલીમાં લાવવાનું સમજી રહ્યા છે. જોકે આ શાળામાં 300 ઉપર પ્લાસ્ટિકની બોટલ થતા બાળકો સાથે પ્રોજેક્ટ કરતા શિક્ષક એ શાળાના નામ સાથે બાળકના હાથમાં બોટલ સાથે ફોટો પણ લીધા છે અને એક મિનિટનો વિડિયો પણ ઉતારી નકામુ પ્લાસ્ટીક ભરતા બે ફોટા શાળાની લેટર પેડ પર લખી વોટ્સેપ પણ કર્યા છે. આ તમામ કાર્ય ને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માટે શાળા ના આચાર્ય અનિલગુરુજી દ્વારા મોકલવામાં આવ્યા છે અને એક મહિના પછી સર્ટિ મળતાજ શાળા ને પ્રમાણપત્ર પ્રાપ્ત થશે ,આ પ્રોજેક્ટ ને અનિલગુરુજી નોકરીના જીવન દરમ્યાનનો અનોખો પ્રોજેક્ટ અને યોગદાન માને છે અને રીટાયર વખત ગૌરવશાળી ક્ષણ ગણે છે
હવે તેઓ આ ભેગી કરેલ બોટલ ને રી સાયકલમાં આપી કુંડા બનાવવા અથવા બગીચામાં શણગાર માં ઉપયોગ માં લેશે .બોરીદ્રા શાળાના મુખ્ય શિક્ષક અનિલ ગુરુજી દ્વારા આ પ્રોજેક્ટ શાળામાં હાથ ધરવામાં આવ્યો છે, શાળાના 117 બાળકો 6 શિક્ષકોના સહકાર થી 816 પ્લાસ્ટીક ની બોટલ ભેગી કરી છે. મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા પ્રોજેક્ટ અંતર્ગત ગામમાં લોક જાગૃતિ રેલી કાઢી હતી, 916 જેટલા ગ્રામજનો સુધી પ્લાસ્ટીક મુક્ત શાળા પ્રોજેક્ટનો સંદેશ ફેલાવ્યો હતો. ખરેખર શિક્ષક તરીકે ફરજ દરમિયાન કરેલ અનેક પ્રકારના સત્કાર્યો પૈકી આ વિશેષ કાર્ય મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળાનું સત્કાર્ય કરી ને ધન્યતા અનુભવું છું તેમ સંપૂર્ણ પ્રોજેક્ટ કરનાર શિક્ષક અનિલ ગુરુજીને બોરીદ્રા ગ્રામજનોએ અને એસએમસીના સભ્યો એ આ ઉત્તમ કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતા
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
