News of Friday, 11th October 2024
નવરાત્રીના આજે છેલ્લા દિવસે મેઘરાજા પણ રાસ ગરબા રમવા આવે તેવો માહોલ : આજે જૂનાગઢ, અમરેલી ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા
અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, ગાંધીનગર સહિતના જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે : 17 મી ઓક્ટોબર સુધી હવામાન વિભાગ દ્વારા હળવા ભારે વરસાદની આગાહી

અમદાવાદ તા.૧૧ : ગુજરાતમાં ગઇકાલથી ફરી મેઘાવી માહોલ જામ્યો છે. રાજ્યમાં ઘણા વિસ્તારમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેલૈયાઓની નવરાત્રીની મજા બગડી હતી. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે પણ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની જ્યારે અમદાવાદ, ગાંધીનગર, છોટા ઉદેપુર, વડોદરા સહિતના જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
11 ઓક્ટોબરની આગાહી મુજબ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, વડોદરા, છોટા ઉદેપુરમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદમાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. કચ્છમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.
12 ઓક્ટોબરની આગાહી મુજબ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદામાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદમાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
13 ઓક્ટોબરની આગાહી મુજબ વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદમાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
14 ઓક્ટોબરની આગાહી મુજબ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલ અને દાહોદમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.
15 ઓક્ટોબરની આગાહી મુજબ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, સુરત, વલસાડ, ડાંગમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.
16 અને 17 ઓક્ટોબરની આગાહી મુજબ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
