<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ જસદણમાં 1670 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 39 યાર્ડમાં શું રહ્યો ભાવ? : જુઓ સંપૂર્ણ યાદી

અમરેલીમાં 1651 રૂ., બાબરામાં 1645 રૂ., બોટાદમાં 1645 રૂ., મોરબીમાં 1636 રૂ., ગોંડલમાં 1561 રૂપિયા ઉંચો ભાવ રહ્યો

અમદાવાદ :ગુજરાતની 39 માર્કેટ યાર્ડમાં કુલ 1,987.54 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ જસદણ માર્કેટ યાર્ડમા 1670 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1660 રૂ. જ્યારે નીચો ભાવ 1360 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય અમરેલીમાં 1651 રૂ., બાબરામાં 1645 રૂ., બોટાદમાં 1645 રૂ., મોરબીમાં 1636 રૂ., ગોંડલમાં 1561 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,987.54 ટન કપાસની આવક થઇ છે.

(10:24 PM IST)