News of Friday, 11th October 2024
નોમ નિમિત્તે નર્મદા જિલ્લા પોલીસ વડાએ ધર્મપત્ની અને બાળકી સાથે હરસિધ્ધિ માતાજીના દર્શન કર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા હંમેશા કટીબધ્ધ રહેતા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે કાયદાની સાથે સાથે ભક્તિભાવમાં પણ આસ્થા રાખતા હોય તેમના આખા પરિવારજનો પણ ધાર્મિક પ્રવુત્તિ સાથે સંકળાયેલા હોવાથી આજે નવરાત્રીની નોમના દિવસે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે રાજપીપળા ના પ્રસિદ્ધ હરસિધ્ધિ માતાજીના મંદિરે તેમના ધર્મપત્ની અને વ્હાલસોયી બાળકી સાથે દર્શનાથે આવ્યા, અને માતાજીના દર્શનનો લાભ લીધો હતો. તેમની સાથે રાજપીપળા ટાઉન પીઆઈ વી.કે.ગઢવી પણ ત્યાં હાજર રહ્યા હતા.
જોકે હર હંમેશ ભક્તિભાવ સાથે સંકળાયેલા જોવા મળેલા જિલ્લા પોલીસ વડા નવરાત્રીમાં પણ પોલીસ હેડ ક્વાટર ખાતેના ગ્રાઉન્ડ માં ગરબામાં પણ મસ્ત મજાથી ફરતા નજરે પડ્યા હતા, સાથે સાથે રથયાત્રા હોય કે ગમે તેવા મોટા પર્વ માં તેઓ હંમેશા ભક્તિભાવ સાથે આરતી, પૂંજામાં રસપૂર્વક ભાગ લેતા જોવા મળ્યા છે. આમ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવાની સાથે સાથે ભક્તિભાવ કરતા પોલીસ વડા દરેક ધાર્મિક પ્રસંગોમાં હાજર રહેતા હોય છે.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
