તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 11th October 2024
રાજપીપળા અવધૂત મંદિર પાસે અકસ્માતમાં ઇજા પામેલા યુવાનોને ટીઆરબી, હોમગાર્ડ જવાનો મદદરૂપ બન્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા અવધૂત મંદિર પાસે પોઇચા તરફ જતા રેલવેના ગરનારા નજીક ઊંડો ભૂવો પડી જવાથી દરરોજ અકસ્માતની ઘટના બને છે, તારીખ/૧૦/૧૦/૨૦૨૪ ના ગુરૂવારે રાત્રે ૯.વાગે બાઈક લઈ જતા બે યુવાન હરસિધ્ધિ માતાના મેળામાં ફરવા આવતા હતા ત્યારે આ ઊંડા ભૂવામાં બાઈક પડતાં બંને યુવાનો રોડ પર પડ્યા હતા જેમાં બંનેને ઈજાઓ થઈ હતી, ઇજાગ્રસ્ત યુવાનોની બાઈક નંબર જીજે 22 એમ 3139 પણ ખાડામાં પટકાતા ઉછળી પડી હતી ઘટનાની જાણ થતાં જ ટીઆરબી અને હોમ ગાર્ડ જવાન ઘટના સ્થળે પહોંચી ગયા હતા જેમાં ટી.આર.બી જવાન વસાવા અશોકભાઈ હરિભાઈ જ્યારે હોમગાર્ડ વસાવા સંદીપભાઈ રાજેશભાઈ નાઓ એ ઇજાગ્રસ્ત યુવાનો ની મદદ કરી
બંને યુવાનોને રીડની સાઈડ ઉપર લઇ 108 માં સંપર્ક કર્યો પરંતુ આ યુવાનોએ હોસ્પિટલમાં જવાની ના પાડતા જવાનોએ જરૂરી મદદ કરી ત્યારબાદ તેઓ ચાલ્યા ગયા હતા. આમ નર્મદા પોલીસ ના આ બે જવાનોએ ઇજાગ્રસ્ત યુવાનોની મદદ કરી માનવતા બતાવી હતી.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
