<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

ડેડિયાપાડા તાલુકામાં પૂરપાટ ટ્રેક્ટર હંકારી જતા ચાલકે ટ્રેકટર પલટી ખવડાવતા ઘટના સ્થળે જ મોત થયું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ઘોડી ગામે જવાના રોડ ઉપર એક શખ્શે ટ્રેક્ટર બેફામ રીતે હંકારી લાવતા પલટી ખાઇ જતાં ટ્રેક્ટર નીચે દબાઈ જતાં ચાલકનું મોત નિપજ્યું હતું
    પ્રાપ્ત માહિતી અનુસાર કલ્પનાબેન દિલાવરસિંહ વસાવા (રહે.અલમાવાડી નિશાળ ફળીયુ. તા.દેડીયાપાડા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમના પતિ દિલાવરસિંહ વિકટરભાઈ વસાવા (ઉ.વ.૩૫)( રહે.અલમાવાડી નિશાળ ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા) નાઓ પોતાના કબ્જાનું ટ્રેકટર નંબર.GJ-05-JP-8695ની લઇ બયડી ગામેથી ઘોડી ગામ તરફ જતા હતા તે વખતે ટ્રેકટર પુરઝડપે હંકારી લાવી રોડની સાઇટમાં ટ્રેકટર ઉતારી દઇ પલ્ટી ખવડાવી દઇ ટ્રેકટર નીચે દબાઇ જતા માથાના ભાગે તથા મોઢાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોંચાડતા તેમનું સ્થળ ઉપર જ મોત થયું હોય ડેડીયાપાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(11:01 PM IST)