<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

નર્મદા જિલ્લામાં ફેર પ્રાઇઝ એસો.ની હડતાળ દિવાળી પૂરતી મોકૂફ : કાર્ડ ધારકોને અનાજ મળશે

સરકારે કમિશનની માંગણીમાં ૯૭ ટકાના બદલે હવે ૯૩ ટકા ઓનલાઇન વેચાણ કરનાર દુકાનદારોને કમિશન મળશેની વાત સ્વીકારી એક માંગણી પૂરી કરી:સરકારે પડતર માગણીઓ પૈકી એક માંગણી સ્વીકારતા એસો.એ દિવાળી ટાણે ગરીબ કાર્ડ ધારકોને તકલીફ ના પડે એ માટે હડતાળ હોવા છતાં જથ્થો આપવા નક્કી કર્યું, બાકીની માંગણીઓ માટે દિવાળી બાદ હડતાળ યથાવત રહેશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના ફેર પ્રાઇઝ એસો. ના સંચાલકો પોતાની પડતર માંગણીઓને લઈ સામી દિવાળીએ હડતાળ પર ઉતરી અનાજ નો જથ્થો નહિ લેવાની વાતે અડગ રહ્યા હતા જેના કારણે સામી દિવાળી એ કાર્ડ ધારકોને અનાજ સહિત નો જથ્થો નહિ મળે તેવી વાતે ગરીબ પરિવારો ચિંતામાં મુકાયા હતા પરંતુ સસ્તા અનાજ ની દુકાનદારોની માંગણીઓ પૈકી કમિશનની એક માંગણીમાં સરકારે છૂટ આપી ૯૭ ટકા ઓનલાઇન વેચાણ કરતા દુકાનદારોને નક્કી કરેલી કમિશન ની રકમ આપવાની જાહેરાત બાદ હાલમાં સુધારો કરી ૯૩ ટકા ઓનલાઇન વેચાણ કરનાર તમામ દુકાનદારોને કમિશન આપવાની નવી જાહેરાત કરતા ફેર પ્રાઇઝના બંને એસો. ના હોદ્દેદારોના હુકમથી દુકાનદારોએ દિવાળી પૂરતી આ હડતાળ મોકૂફ રાખી દરેક કાર્ડ ધારકો ને સામી દિવાળી એ અનાજ આપવાનું નક્કી કરતા ગરીબ પરિવારોમાં ખુશી જોવા મળી હતી.
 જોકે જાણવા મળ્યા મુજબ હાલ દિવાળી પર્વ ના કારણે જ હડતાળ મોકૂફ રાખી છે, બાકીની માંગણીઓ માટે દિવાળી બાદ જ્યાં સુધી તેમની પડતર માંગણીઓ સરકાર નહિ સ્વીકારે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે.
- બાકીની માંગણી માટે પુરવઠા વિભાગમાંથી સહમતીથી ભલામણ કરવામાં આવી છે, કેબિનેટ કક્ષાએ નિર્ણય મંજુર કરવામાં આવશે જેમાં એક ટકા વિતરણ ઘટ ત્રણ રૂપિયા સુધી કમિશન વધારો સહિત ના અન્ય મુદ્દા સામેલ કરવામાં આવ્યા છે.

(11:01 PM IST)