તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th October 2024
ગરૂડેશ્વરમાં પીઝા અને ઢોસા રેસ્ટોરન્ટમાં પરપ્રાંતીય મજુર રાખનાર બે હોટલ સંચાલકો સામે SOGની લાલ આંખ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લા માં આવેલા હોટલ, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ કે હોમ સ્ટે જેવા એકમોમાં મોટાભાગના સંચાલકો કાયદાનું પાલન નહિ કરી મુસીબતને જાણે આમંત્રણ આપતા હોય તેમ ધંધો કરતા હોવાથી નર્મદા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ અવાર નવાર ચેકીંગ કરી ગુના દાખલ કરતી હોવા છતાં હમ નહિ સુધરેંગેની માફક સંચાલકો બિન્દાસ ધંધો કરતા થઈ જતાં હોય છે, હાલમાં ગરુડેશ્વર ખાતે ચાલતા પીઝા અને ઢોસાના રેસ્ટોરન્ટ માં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ના પીઆઈ વાય.એસ. સિરસાઠના માર્ગદર્શન અને પીએસઆઈ એચ કે પટેલ ની સૂચના હેઠળ અ.હે.કો.ચંદનભાઇ સંપતભાઇ બ.નં.૭૭૬ તથા એ.એસ.આઇ.દુર્વેશભાઇ ચંપકભાઈ બ.ન.૭૫૮, સ્પેશ્યલ ઓપરેશન ગૃપ નર્મદા નાઓ ની ફરિયાદ ના આધારે બે સંચાલકો વિરૂદ્ધ ગુના દાખલ કર્યા છે.
એસ.ઓ.જી. નર્મદા ની ટીમે ગરુડેશ્વર તરફ ચેકીંગ હાથ ધરતા સાહબસિંહ શિવરામ ઠાકુર હાલ (રહે. દત્તફળિયા પાસે, ગરૂડેશ્વર તા.ગરૂડેશ્વર જી.નર્મદા )એ ગરુડેશ્વર ખાતે કોમ્ફર્ટ હોટલના ભોંય તળિયા માં આવેલ લઝીઝ પીઝા નામની દુકાન (રેસ્ટોરન્ટ)માં રાજ્ય બહારના મજુરને કામે રાખી,પોલીસને જાણ નહિ કરી ગુનો કર્યો હતો
જ્યારે રાજેશ ઉર્ફે રાજુ અંબાલાલ જોષી (રહે, ૧૫૨, ડાકોતો કાબાસ, ચાંદારુણ નાગોર રાજસ્થાન હાલ રહે, કોમ્ફર્ટ હોટલના ભોંય તળિયા આવેલ ઢોસા હબ નામની દુકાન (રેસ્ટોરન્ટ)માં રાજ્ય બહારના મજુરને કામે રાખી, પોલીસને જાણ નહિ કરી ગુનો કરતા એસ. ઓ.જી ટીમે આ બંને સંચાલકો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
