<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

રાજ્યના 53 તાલુકામાં વરસાદ :સૌથી વાલિયામાં 2.4 ઈંચ વરસાદ ખાબક્યો

કુલ 6 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ :જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો

અમદાવાદ : ગુજરાતમાં નવરાત્રી દરમિયાન પણ ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે નવમા નોરતે કુલ 53 તાલુકામાં મેઘમહેર થઈ છે. સૌથી વધુ વરસાદ ભરૂચના વાલિયામાં 2.4 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ કુલ 6 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો છે.

   આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદામાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદમાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે

(1:46 PM IST)