<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

મહેસાણાના જાસલપુરમાં મોટી દુર્ઘટના : ભેખડ ધસતાં ૯ શ્રમિકો દટાયાં : ૫નાં મૃતદેહ મળ્‍યાં

સ્‍ટીલ ઇનોક્‍સ સ્‍ટેઇનલેસ પ્રા.લી. કંપનીમાં આ ઘટના ઘટી છે : સમગ્ર મામલામાં પોલીસે હાલમાં તો અકસ્‍માતે મોતનો ગુનો નોંધ્‍યો છે અને કંપનીના માલિકની પૂછપરછ પણ કરી છે

મહેસાણા, તા.૧૨: મહેસાણાથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં કડીના જાસલપુર ખાતે ભેખડ ધસતાં ૯ શ્રમિકો દટાઈ ગયાની માહિતી મળી રહી છે. જેમાં ૫ લોકોનાં મળતદેહો મળી આવ્‍યા છે. જ્‍યારે અન્‍ય મજૂરોને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી છે. ઘટનાની જાણ થતાં એમ્‍બ્‍યુલન્‍સ સહિત અધિકારીઓનો કાફલો ઘટનાસ્‍થળે પહોંચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કડી તાલુકાના જાસલપુરમાં એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી વખતે માટીની ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં ૯ જેટલા શ્રમિકો દટાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલમાં મળી માહિતી અનુસાર ૫ શ્રમિકોના મળતદેહ મળી આવ્‍યા છે, જ્‍યારે અન્‍ય શ્રમિકોનું રેસ્‍કયું કરવા માટે જેસીબી મદદ લેવામાં આવી  છે. .જાસલપુર ગામમાં આવેલી સ્‍ટીલ ઇનોક્‍સ સ્‍ટેઇનલેસ પ્રા.લી. કંપનીમાં આ ઘટના ઘટી છે. ઘટના સ્‍થળે હાલ પાંચ જેટલી એમ્‍બ્‍યુલન્‍સ અને પોલીસનો કાફલો પહોંચ્‍યો છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્યની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સમગ્ર ઘટનામાં કંપનીના માલિકો તેમજ મેનેજર દોડી આવ્‍યા છે,સમગ્ર મામલામાં પોલીસે હાલમાં તો અકસ્‍માતે મોતનો ગુનો નોંધ્‍યો છે અને કંપનીના માલિકની પૂછપરછ પણ કરી છે.કંઈ રીતે અચાનક દીવાલ ધરાશાયી થઈ તેની માહિતી સામે આવી નથી તે માહિતી FSL રીપોર્ટ આવશે ત્‍યારબાદ જ નક્કી થઈ શકે, કંપની તરફથી મળતકોને કોઈ વળતરની જાહેરાત કરવામાં આવી નથી,મળતકના પરિવારોના સભ્‍યમાં આક્રોશ જોવા મળ્‍યો છે અને આંખમાંથી આંસુ સુકાતા નથી એવી સ્‍થિતિનું સર્જન થયું છે.

સમગ્ર ઘટનામાં પોલીસે પણ ઘટના સ્‍થળે જઈ તપાસ હાથધરી છે અને સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી રહી છે.હાલ જેટલા મળતદેહો બહાર નીકળ્‍યા તેને પીએમ અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે,બીજા જે શ્રમિકો છે તેમના પણ નિવેદન નોંધવામાં આવી રહ્યાં છે.શ્રમિકો બહારના રાજયના હોવાની વાત સામે આવી છે અને તેઓ મજૂરી અર્થે મહેસાણા આવ્‍યા હતા.ઘટનાની જાણ થતાની સાથે મામલતદારની ટીમ પણ ઘટના સ્‍થળે પહોંચીને પરિસ્‍થિતિનો તાગ મેળવી રહી છે.

(3:52 PM IST)