તા. ૨૦ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૩ શુક્રવાર
News of Saturday, 12th October 2024
અમદાવાદમાં વાહનોની અવરજવરથી સતત ભરચક જીવરાજ બ્રિજ ઉપર હિટ એન્ડ રનની ધટના : રાહદારીને ફોર વ્હીલર ચાલકે હડફેટે લેતા મોત
વારંવાર થતાં આવા બનાવો અટકે તે માટે પોલીસ વિભાગ અને તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી લોકોની માંગ

અમદાવાદ તા.૧૨ : જીવરાજ બ્રિજ ઉપર હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી. જેમાં રાહદારીને કારચાલકે હડફેટે લેતા મૃત્યુ નિપજ્યું હતુ. ત્યારે ઘટનાની જાણે પોલીસને થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં દિવસેને દિવસે હિટ એન્ડ રનના બનાવો વધતા જાય છે. બેફામ ગતિએ જતા નફ્ફટ વાહનચાલકોના ભૂલી કિંમત રાહદારીઓને ચૂકવવાની વારી આવી રહી છે. ત્યારે ગતરાત્રિના શહેરમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં શહેરના જીવરાજ બ્રિજ પર રાહદારીને ગાડી ચાલકે હડફેટે લીધો હતો.
વાહનોથી સતત ભરચક એવા બ્રિજ પર જતા રાહદારીને ફોર વ્હીલર ચાલકે હડફેટે લીધો હતો. જેના કારણે રાહદારીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જેને લઇ આસપાના લોકો દ્વારા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ રાજેન્દ્ર પારગી નામના યુવક જીવરાજ બ્રિજ પરથી ચાલતો પસાર થઇ રહ્યો હતો. ત્યારે પૂરપાટ ઝડપે જતી ફોર વ્હીલરે ટક્કર મારતા ગણતરીની મીનિટોમાં તેનું મૃત્યુ નિપજ્યું હતુ. મૃત્યુ પામેલ આ યુવક જીવરાજ ડી માર્ટ પાસે રહે છે.
ત્યારે આ પ્રકારની ઘટના અમદાવાદ શહેરમાં વધી રહી છે. પોલીસ પણ આવા નફ્ફટોને પકડીને સજા કરી રહી છે. પરંતુ ક્યારે સુધરશે આવા બેફામ વાહન હંકારતા તત્વો, શું દરેક રાહદારીએ દરરોજ માથે કફન બાંધીને જ નિકળવું પડશે કે શું?
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
