News of Saturday, 12th October 2024
ગુજરાતમાં કમોસમી તો દ.ગુજરાતમાં વરસાદ પડી શકે
રાજયના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઇ ચુકી છે : વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા. ૧ર થી છુટાછવાયા વિસ્તારોમાં વઘધટ, માત્રામાં ઝાપટા, હળવો, મધ્યમ, સામાન્ય, ભારે વરસાદની શકયતા : અરબીવાળી સિસ્ટમ્સ આપણાથી દૂર જાય છે

રાજકોટ તા. ૧ર :.. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. ત્યારે ૧૭ મી ઓકટોબર સુધીમાં છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા, હળવો, મધ્યમ, સામાન્ય અને ભારે વરસાદ પડવાની શકયતા હોવાનું વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે.
દક્ષિણપヘમિ ચોમાસું પાછું ખેંચવાની રેખા 29°N/86°E, દરભંગા, હજારીબાગ, પેંદ્રા રોડ, નરસિંહપુર, ખરગોન, નંદુરબાર, નવસારી અને 20°N/70°E માંથી પસાર થતી રહી છે.
આગામી ૨ દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો, છત્તીસગઢ અને ઓડિશા, પヘમિ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાંથી દક્ષિણપヘમિ ચોમાસું વધુ પાછું ખેંચવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.
તેઓએ જણાવેલ કે મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર મહારાષ્ટ્રના દરિયાકાંઠે ગઇકાલે એક વેલમાર્ક લોપ્રેસર હતું જે આજે મધ્ય પૂર્વ અરબી સમુદ્ર ઉપર છે તે પヘમિ ઉત્તર પヘમિ તરફ ગતિ કરશે અને આવતીકાલે સવારે ડીપ્રેશનમાં પરીવર્તીત થશે.
દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં એક યુએસસી પ.૮ કિ.મી.ના લેવલ સુધી વિસ્તરેલ છે તેના પ્રભાવ હેઠળ ૧૪ ઓકટોબર આસપાસ દ. પヘમિ બંગાળની ખાડીમાં લોપ્રેશર બનવાની શકયતા છે દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગાોમાં ૩.૧ કિ.મી. ના લેવલનું એક યુએસી છે. વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા. ૧૦ થી ૧૭ ઓકટોબર સુધીની આગાહી કરતા જણાવેલ છે. અરબી સમુદ્રની વેલમાર્કનું લોપ્રેશસર સિસ્ટમ્સના કારણે આગાહીના સમયગાળા દરમ્યાન અમુક દિવસો સોૈરાષ્ટ્ર, ગુજરાત, કચ્છના આઇસોલેટેડ વિસ્તારો (૧થી ૨૫ ટકા) અને અમુક દિવસ છુટાછવાયા વિસ્તારો (૨૬થી ૫૦ ટકા)માં વધઘટ માત્રામાં ઝાપટા, હળવો, મધ્યમ, સામાન્ય ભારે વરસાદની શકયતા છે.
બંગાળની ખાડી પર એક લોપ્રેશર બનવાની શકયતા છે અને તે મજબુત થઇ શકે કે કેમ તે નિરીક્ષણ કરવુ પડશે. આગાહીના પાછલા દિવસો અને ત્યારબાદના બે એક દિવસ જોવા મળી શકે એટલે ગુજરાત રાજય પર આ સિસ્ટમ્સનું મુલ્યાકંન આગામી દિવસોમાં કરવામાં આવશે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
