<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

આજે સુરત, ભરૂચ અને જુનાગઢ સહિત રાજ્યના 7 જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી : 18 મી ઓક્ટોબર સુધી ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં હળવો ભારે વરસાદ પડશે

કાલે સુરત, જુનાગઢ, તાપી, પોરબંદર, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ ગીર સોમનાથમાં ભારે વરસાદની ચેતવણી

અમદાવાદ તા.૧૨ : ગુજરાતમાં નવરાત્રી દરમિયાન પણ સારો એવો વરસાદ નોંધાયો છે. હજુ સુધીમાં ચોમાસાની વિદાય થઈ નથી, ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના 7 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે જાણો 18 ઓક્ટોબર સુધીનું હવામાન કેવું રહેશે. 

12 ઓક્ટોબર થી 18 ઓક્ટોબર સુધીની હવામાન વિભાગની આગાહી અપાય છે.

      12 ઓક્ટોબરે સુરત, ભરૂચ, જુનાગઢ, નર્મદા, તાપી, પોરબંદર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની ચેતવણી છે.  13 ઓક્ટોબરે સુરત, જુનાગઢ, તાપી, પોરબંદર, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ ગીર સોમનાથમાં ભારે વરસાદની ચેતવણી છે. 

        14 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ વડોદરા અને છોટા ઉદેપુરમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના તેમજ અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિત ઉત્તર ગુજરાત અને કચ્છમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. 

     15 ઓક્ટોબરે કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં છુટાછવાયા સ્થળોએ Arvind સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. 

    16 ઓક્ટોબરે સુરત, જુનાગઢ, તાપી, અમરેલી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ ગીર સોમનાથમાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે.  17 ઓક્ટોબરે જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. 

 18 ઓક્ટોબરેનવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે.

(4:22 PM IST)