<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

મહેસાણાના જાસલપુરમાં દીવાલ ધસી પડવાથી સર્જાયેલી દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરતા ભુપેન્દ્રભાઈ પટેલ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલે મહેસાણા જિલ્લાના જાસલપુરમાં દિવાલ ધસી પડવાના કારણે સર્જાયેલી દુઘર્ટના માં મૃત્યુ પામેલા વ્યક્તિઓને પ્રત્યેકને 4 લાખ રૂપિયાની સહાય  મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે.

આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા મૃતકોના પરિવારજનો ના દુઃખમાં સહભાગી બનીને મુખ્યમંત્રી એ મૃત્યુ પામનારા કમનસીબ લોકોના  આત્મા ની શાંતિ માટે પ્રાર્થના  પણ કરી છે.

મુખ્યમંત્રીએ આ દુર્ઘટના ના ઇજાગ્રસ્તો ને 50 હજાર રૂપિયાની સહાય આપવાની  પણ જાહેરાત કરી છે.


 

(6:33 PM IST)