તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 12th October 2024
જાસલપુરની દુર્ઘટના પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું : મૃતકોના પરિવારજનોને 2-2 લાખ આપવાની જાહેરાત
પીએમ મોદી મૃતકના પરિવાર માટે PMOએ કરી સહાયની જાહેરાત મૃતકના પરિવારને 2 લાખની સહાય મળશે

મહેસાણા જિલ્લાનાં કડી તાલુકાના જાસલપુર ગામમાં આવેલી એક કંપનીમાં દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા 6 લોકોનાં મોત નીપજ્યા છે. નોંધનીય છે કે, આ દુઃખદ દુર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત દુઃખ કર્યુ છે. આ દુર્ઘટનામાં જેમને સ્વજનો ગુમાવ્યા છે તેમના પ્રતિ વડાપ્રધાન મોદીએ પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ગુજરાતના મહેસાણામાં દિવાલ ધરાશાયી થવાથી થયેલ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ સાથે હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ સહાયમાં રોકાયેલ છે.’
નોંધનીય છે કે, હજુ પણ અન્ય 4 મજૂરો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટના સ્થળે 5 જેટલી એમ્બ્યુલન્સ પહોંચી છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્યની કામગીરી શરૂ કરાઈ છે. કડી તાલુકામાં આવેલા જાસલપુર ગામે આવેલી સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ કંપનીમાં મોટી દુર્ઘટના બની છે.
કંપનીમાં દિવાલ બનાવતી વખતે અચાનક ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં કેટલાક મજૂરો દટાયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટનામાં અત્યાર સુધી 6 લોકોનાં મોત નીપજ્યા છે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
