<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

વિકાસ સપ્તાહ..23 વર્ષ..સફળ અને સક્ષમ નેતૃત્વના વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાત છે સમર્પિત

રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર ખાતે યોજાયેલા બાળ સર્વરોગ નિદાન કેમ્પનો 200 થી વધુ બાળકોએ લાભ લીધો

(ભરત શાહ દ્વારા) નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપળા જૂની સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત અર્બન હેલ્થ સેન્ટરમાં બાળ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં બાળકોની તપાસણી થઈ તા.૧૧-૧૦-૨૦૨૪, શુક્રવાર ના દિવસે અર્બન હેલ્થ સેન્ટર, જુની સિવીલ હોસ્પીટલ. રાજપીપળા ખાતે વિકાસ સપ્તાહ...23 વર્ષ... સફળ અને સક્ષમ નેતૃત્વના વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાત છે સમર્પિત કાર્યક્રમ હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક કુમાર માઢક ના માર્ગદર્શન મુજબ એક બાળ સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં 200 થી વધુ બાળકો ના નિદાન માટે તેમના વાલીઓ બાળકો ને લઈ ઉપસ્થિત રહ્યા અને તેમના બાળકોનું નિદાન કરાવ્યું હતું .

આ કાર્યક્રમ માં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનક કુમાર માઢક, બ્લોક હેલ્થ અધિકારી ડૉ. સુમન સહિત મેડિકલ ઓફિસરો અને અર્બન નો સ્ટાફ ઉપસ્થિતિ રહ્યો હતો


 

(10:08 PM IST)